કોરોના વાયરસે ફક્ત મેચો જ રદ કરી નથી, આ 8 ક્રિકેટર્સના લગ્ન પણ અટકાવી દીધા

News18 Gujarati
Updated: April 4, 2020, 2:47 PM IST
કોરોના વાયરસે ફક્ત મેચો જ રદ કરી નથી, આ 8 ક્રિકેટર્સના લગ્ન પણ અટકાવી દીધા
કોરોના વાયરસે ફક્ત મેચો જ રદ કરી નથી, આ 8 ક્રિકેટર્સના લગ્ન પણ અટકાવી દીધા

મેક્સેવેલે ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહમાં પોતાની ગર્લફ્રેન્ડ વિની રમન સાથે સગાઈ કરી હતી

  • Share this:
નવી દિલ્હી : કોરોના વાયરસના (Coronavirus)કારણે દુનિયાભરની સ્પોર્ટ્સ (Sports)ઇવેન્ટ પર અસર પડી છે. આ મહામારીથી અત્યાર સુધી 11 લાખ લોકો સંક્રમિત થયા છે. ક્રિકેટ પણ સૂમસામ બન્યું છે કોઈને ખબર નથી કે ફરી મેચ ક્યારે શરુ થશે. આ મહામારીના કારણે ફક્ત ક્રિકેટ મેચો જ રદ થઈ કેટલાક ક્રિરેટર્સના લગ્ન પણ અટકી ગયા છે. ઇએસપીએન ક્રિકઇન્ફોના મતે લગભગ 8 ઓસ્ટ્રેલિયન (Australia) ક્રિકેટર્સે આ મહામારીના કારણે મજબુરીથી પોતાની વેડિંગ સેરેમની રદ કરવી પડી છે. ઓસ્ટ્રેલિયાના સ્પોર્ટ્સ કાર્યક્રમ પ્રમામે મોટાભાગના ક્રિકેટર્સ એપ્રિલમાં લગ્ન કરવાનું પસંદ કરે છે. જોકે આ વર્ષે આવું સંભવ થતું જોવા મળતું નથી.

લગ્ન રદ કરનાર ક્રિકેટર્સમાં લેગ સ્પિનર એડમ ઝમ્પા, ફાસ્ટ બોલર જેક્સન બર્ડ, ડી આર્ચી શોર્ટ, મિચેલ સ્વેપસન, એલિસ્ટર મેકડેરમોટ, એન્ડ્રયુ ટાય, જેસ જોનાસન અને કેટલિન ફ્રાયટ સામેલ છે. કોરોનાને કારણે ઓસ્ટ્રેલિયામાં સ્થિતિ ઘણી ખરાબ છે. ઘણા શહેરોમાં લોકોને પોતાના ઘરમાં રહેવાની સલાહ આપવામાં આવી છે. સરકાર તરફથી પણ ભીડ ભેગી કરવા માટે મનાઇ કરવામાં આવી છે.

આ પણ વાંચો - જન્મ દિવસ પર કોરોના વાયરસ સામે જંગ લડવા ઉતરી આ મહિલા ક્રિકેટર, પ્રશંસકો કરી રહ્યા છે સલામ

આ સિવાય ગ્લેન મેક્સવેલ (Glenn Maxwell)અને પેટ કમિન્સના લગ્ન પણ મહામારીથી પ્રભાવિત થયા છે. મેક્સેવેલે ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહમાં પોતાની ગર્લફ્રેન્ડ વિની રમન સાથે સગાઈ કરી હતી. જ્યારે કમિન્સે હાલમાં જ પોતાની ગર્લફ્રેન્ડ સાથે સગાઈ કરી હતી. જોકે કોરોનાના કારણે બંનેએ પોતાના લગ્ન આગામી વર્ષ સુધી સ્થગિત કરી દીધા છે. કમિન્સે થોડા સમય પહેલા કહ્યું હતું કે જો આઈપીએલની 13મી સિઝન રમાશે તો તે તેમાં જરુર રમશે.
First published: April 4, 2020, 2:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading