હરભજને દરવાજો તોડવાની આપી હતી સલાહ, હવે આ બેટ્સમેને 54 બોલમાં બનાવ્યા 117 રન

હરભજને દરવાજો તોડવાની આપી હતી સલાહ, હવે આ બેટ્સમેને 54 બોલમાં બનાવ્યા 117 રન
ડીવાય પાટિલ ટી-20 ટૂર્નામેન્ટ(DY Patil T20)માં બીપીસીએલ તરફથી સેન્ટ્રલ રેલવે સામે રમતા સૂર્યકુમારે 54 બોલમાં 117 રન બનાવ્યા

સૂર્યકુમાર યાદવે 54 બોલમાં 117 રન બનાવ્યા

 • Share this:
  મુંબઈ : આગામી મહિને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 13મી સિઝનની શરુઆત થશે. દરેક ટીમ પોતાની તૈયારીમાં લાગી ગઈ છે. આઈપીએલ પહેલા ખેલાડી પણ પોતાના ફોર્મ મેળવવાના પ્રયત્નમાં લાગ્યા છે.. આ દરમિયાન સૂર્યકુમાર યાદવે 54 બોલમાં 117 રન બનાવી સનસનાટી મચાવી છે. સૂર્યકુમારે પોતાની ઇનિંગ્સમાં 7 ફોર અને 10 સિક્સર ફટકારી હતી. આવી આક્રમક બેટિંગ કરીને મુંબઈ ઇન્ડિયન્સના સૂર્યકુમાર યાદવે (Suryakumar Yadav) આઈપીએલ પહેલા ફોર્મ મેળવી લીધું છે.

  ડીવાય પાટિલ ટી-20 ટૂર્નામેન્ટ(DY Patil T20)માં બીપીસીએલ તરફથી સેન્ટ્રલ રેલવે સામે રમતા સૂર્યકુમારે 54 બોલમાં 117 રન બનાવ્યા હતા. જેમાં 45 બોલમાં 100 રન પૂરા કર્યા હતા અને 24 બોલમાં 50 રન પૂરા કર્યા હતા. તેની આ ઇનિંગ્સની મદદથી બીપીસીએલની ટીમે 20 ઓવરમાં 233 રન બનાવ્યા હતા.  સૂર્યકુમારને નજર અંદાજ કરતા ભડક્યો હતો હરભજન
  સૂર્યકુમાર માટે ટીમ ઇન્ડિયામાં સ્થાન બનાવવાનો દરવાજો આઈપીએલ છે. તે સતત શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે પણ ટીમ ઇન્ડિયામાં તેને નજર અંદાજ કરવામાં આવી રહ્યો છે. સતત તેની અવગણના કરતા હરભજન સિંહ (Harbhajan Singh)પસંદગીકાર પણ ભડક્યો હતો. શ્રીલંકા સામે ટી-20 શ્રેણી અને ઓસ્ટ્રેલિયા સામે વન-ડે શ્રેણીમાં સૂર્યકુમારની પસંદગી ના થતા હરભજને આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે આખરે તેણે શું ખોટું કર્યું છે? સૂર્યકુમાર બીજા ખેલાડીઓની જેમ જ રન બનાવી રહ્યો છે જે ઇન્ડિયા-એ અને ઇન્ડિયા-બી માટે પસંદ થઈ રહ્યા છે. ખેલાડીઓમાં અલગ-અલગ નિયમ કેમ?

  આ પહેલા ગત વર્ષે નવેમ્બરમાં પણ હરભજને સૂર્યકુમારનું સમર્થન કરતા કહ્યું હતું કે તે તેને ઇન્ડિયાની ટીમમાં રમતા જોવા માંગે છે. તે દરવાજો ખખડાવી રહ્યો છે (ટીમમાં સ્થાન માટે) પણ હવે સમય છે કે દરવાજાને જ તોડી દેવામાં આવે.
  Published by:Ashish Goyal
  First published:February 27, 2020, 23:19 pm