ન્યૂઝ18 ગુજરાતી : પોતાના સમલૈંગિક સંબંધોને લઈને લોકોની સામે આવનારી ભારતીય સ્ટાર ઍથ્લીટ દુતી ચંદ માટે મુશ્કેલીઓ વધતી જઈ રહી છે. મંગળવારે દુતીએ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે તેની મોટી બહેન તેને સતત ધમકી આપી રહી છે. દુતી ચંદે કહ્યું કે, મારી પોતાની બહેન મને બ્લેકમેલ કરી રહી છે. તેણે મારી પાસે 25 લાખ રૂપિયાની માંગ કરી છે. તેના બ્લેકમેલિંગના કારણે જ મારે દુનિયાની સામે ગામની છોકરી સાથેના મારા સંબંધોની હકીકત મૂકવી પડી છે.
ઉલ્લેખનીય છે કે, હાલમાં જ દુતી ચંદે સ્વીકાર્યું છે કે તે સમલૈંગિક સંબંધમાં છે. ગામની છોકરી સાથે તેના સંબંધ છે. દુતીએ એમ પણ જણાવ્યું કે તેની મોટી બહેનને આ સંબંધ સામે વાંધો છે. મોટી બહેને ઘરથી કાઢી મૂકવા અને જેલ મોકલવાની ધમકી આપી છે.
દુતીએ પોતાની પાર્ટનરનું નામ નથી જણાવ્યું, પરંતુ કહ્યું કે આ મુદ્દે સુપ્રીમ કોર્ટના ચુકાદાએ તેને સાર્વજનિક રીતે સામે આવવાની હિંમત આપી છે.
'બહેને ભાભીને પણ ઘરેથી કાઢી મૂક્યા'
આ પહેલા દુતીએ બહેન પર ધમકી આપવાનો આરોપ લગાવતાં કહ્યું હતુ્ર કે, મારી મોટી બહેનનું ઘરમાં વર્ચસ્વ છે. તેણે મારી મોટા ભાઈની પત્ની પસંદ નહોતી, તો તેણે તેને ઘરેથી કાઢી મૂકી હતી. તેણે મને ધમકી આપી છે કે તે મારી સાથે આવું જ કરશે. પરંતુ હું પુખ્ત છું અને આઝાદ છું. તેથી મેં સંબંધોને ચાલુ રાખવા અને સાર્વજનિક રીતે સ્વીકારવાનો નિર્ણય કર્યો.
તેણે કહ્યું કે, મારી મોટી બહેનને લાગે છે કે મારી સાથી સંપત્તિ પચાવવા માંગે છે. તેણે મને કહ્યું કે આ સંબંધ માટે તે મને જેલ મોકલશે.
દુતી ચંદ ભારતની પહેલી ઍથ્લીટ છે જેણે પોતાને સમલૈંગિક ગણાવી છે. તેણે પોતાના સંબંધો વિશે જણાવ્યુ્ર કે છોકીર તેમના ગામની રહેવાસી છે અને બંને લગભગ પાંચ વર્ષથી સાથે છે.
જોકે, સમલૈંગિક સંબંધોની વાત જાહેર કર્યા બાદ દુતીને હવે પરિવારથી એ વાતની મંજૂરી મેળવવાની લડાઈ લડવી પડશે.
નોંધનીય છે કે, દુતી ચંદ દેશની સૌથી ઝડપી મહિલા ઍથ્લીટ છે. તેના નામે 11.24 સેકન્ડમાં 100 મીટર દોડ પૂરી કરવાનો રેકોર્ડ છે. તે એશિયન ગેમ્સમાં બે વાર સિલ્વર મેડલ પણ જીતી ચૂકી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર