Dream-11 બન્યું IPLનું ટાઇટલ સ્પોન્સર, 222 કરોડમાં ખરીદ્યા અધિકાર

Dream-11 બન્યું IPLનું ટાઇટલ સ્પોન્સર, 222 કરોડમાં ખરીદ્યા અધિકાર
Dream-11 બન્યું IPLનું ટાઇટલ સ્પોન્સર, 222 કરોડમાં ખરીદ્યા અધિકાર

બાયજૂસ (201 કરોડ) અને અનએકેડમી (170 કરોડ) અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમે રહ્યા હતા

  • Share this:
    નવી દિલ્હી : ચીની કંપની વીવો સાથે કરાર ખતમ કર્યા પછી આઈપીએલના 2020ના ટાઇટલ પ્રાયોજક માટે બીસીસીઆઈને સ્પોન્સર મળી ગયો છે. ડ્રીમ ઇલેવન (Dream-11) આઈપીએલની 13મી સિઝન માટે ટાઇટલ સ્પોન્સર રહેશે. આ રેસમાં ટાટા ગ્રૂપ સહિત મોટા નામ સામેલ હતા. જોકે ડ્રીમ ઇલેવને 222 કરોડ રૂપિયાની બોલી લગાવીને અધિકાર મેળવી લીધા છે.

    આઈપીએલ અધ્યક્ષ બ્રૃજેશ પટેલે કહ્યું કે ડ્રીમ 11એ 222 કરોડ રૂપિયાની બોલી સાથે અધિકાર મેળવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ટાટા સમૂહે અંતિમ બોલી લગાવી ન હતી. બાયજૂસ (201 કરોડ) અને અનએકેડમી (170 કરોડ) અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમે રહ્યા હતા. એક રિપોર્ટ પ્રમાણે ડ્રીમ 11 પોતાને વિત્તીય બોલીના દમ પર આઈપીએલ 2020ના મુખ્ય સ્પોન્સરના અધિકાર મેળવ્યા છે.



    આ પણ વાંચો - મોટો ખુલાસો : નિવૃત્તિની જાહેરાત પછી ધ્રૂસકે-ધ્રૂસકે રડ્યો હતો એમએસ ધોની!

    ચીની મોબાઈલ ફોન નિર્માતા કંપની વીવોના હટ્યા પછી બીસીસીઆઈ નવા ટાઇટલ સ્પોન્સરની શોધમાં હતું. વીવોએ 2018માં 5 વર્ષ માટે કરાર કર્યો હતો. તે દર વર્ષે બોર્ડને 440 કરોડ રૂપિયા આપતું હતું. જોકે આ વખતે દેશમાં ચીની સામે વધી રહેલા વિરોધના કારણે ચીની મોબાઈલ નિર્માતા કંપનીએ હટવાનો નિર્ણય કર્યો હતો.
    Published by:Ashish Goyal
    First published:August 18, 2020, 15:09 pm

    ટૉપ ન્યૂઝ