યોગ માટે ક્રિકેટ છોડવા તૈયાર હતો ઓસ્ટ્રેલિયન ક્રિકેટર કેમરુન બેનક્રોફ્ટ

News18 Gujarati
Updated: December 22, 2018, 4:02 PM IST
યોગ માટે ક્રિકેટ છોડવા તૈયાર હતો ઓસ્ટ્રેલિયન ક્રિકેટર કેમરુન બેનક્રોફ્ટ
યોગ માટે ક્રિકેટ છોડવા તૈયાર હતો ઓસ્ટ્રેલિયન ક્રિકેટર કેમરુન બેનક્રોફ્ટ

બેનક્રોફ્ટ ક્રિકેટમાંથી દૂર હતો ત્યારે યોગા ઉપર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું

  • Share this:
કલંકિત ઓસ્ટ્રેલિયન ક્રિકેટર કેમરુન બેનક્રોફ્ટે શનિવારે કહ્યું હતું કે બોલ ટેમ્પરિંગ કેસમાં પકડાઈ ગયા પછી હવે તે પૂરી રીતે બદલાઈ ગયો છે. સાથે તેણે ખુલાસો કર્યો હતો કે તેણે યોગા ટીચર બનવા માટે ક્રિકેટને છોડવાનું મન બનાવી લીધું હતું. ઓપનર બેનક્રોફ્ટ દક્ષિણ આફ્રિકાની શ્રેણી દરમિયાન બોલ ટેમ્પરિંગમાં દોષિત સાબિત થયા પછી 9 મહિના માટે આંતરરાષ્ટ્રીય અને ઘરેલું ક્રિકેટમાં રમવા પર પ્રતિબંધ મુકી દીધો હતો. તેણે બોલ ટેમ્પરિંગ મામલે સેન્ડ પેપરનો ઉપયોગ કર્યો હતો.

પોતાનો પ્રતિબંધ ખતમ થતા પહેલા એક ન્યૂઝ પેપર દ્વારા બેનક્રોફ્ટે પોતાની વાત રજુ કરી હતી. તેનો લેટર ઓસ્ટ્રેલિયન અખબારમાં છપાયો છે. જેમાં તેણે પોતાની ઇમોશનલ યાત્રાનો ઉલ્લેખ કર્યો છે. જેમાં તેણે કહ્યું છે કે ઓસ્ટ્રેલિયન કોચ જસ્ટિન લેંગર અને મેન્ટર એડમ વોજેસની તેના ઉપર અસર પડી છે.

બેનક્રોફ્ટે કહ્યું હતું કે એડમે તેને સાંત્વના આપી હતી અને કહ્યું હતું કે મારા માટે શેફીલ્ડ શીલ્ડ ટૂર્નામેન્ટ ભાગ લેવો જરુરી છે. આ કારણે હું ક્રિકેટને ફરી યાદ કરી શક્યો હતો. જ્યારે તમે પોતાની વાત કોચને જણાવો છો ત્યારે તમને પોતાને યોગ્ય મહેસુસ કરો છો. કારણ કે આ પહેલા તમારા મગજમાં એ વાત જ ઘૂમ્યા કરે છે કે તમે ફરી ક્રિકેટના ભાગ બની શકશો નહીં. જ્યાં સુધી તમને એમ ના થાય કે તમે કેમરન બેનક્રોફ્ટ છો, એક એવો વ્યક્તિ જે ક્રિકેટને પ્રોફેશનલ તરીકે રમે છે. ત્યાં સુધી તમે આગળ વધી શકો નહીં.

આ પણ વાંચો - ધોની કેમ નથી રમતો રણજી ટ્રોફી, કારણ જાણી ધોનીના બની જશો આશિક

બેનક્રોફ્ટ સાથે તત્કાલિન સુકાની સ્ટિવ સ્મિથ અને ડેવિડ વોર્નર ઉપર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. એક દિવસ પહેલા જ સ્ટિવ સ્મિથે એક પ્રેસ કોન્ફરન્સમાં પોતાની વાત રાખી હતી.

બેનક્રોફ્ટે ક્રિકેટમાંથી દૂર હતો ત્યારે યોગા ઉપર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. તે તો એમ પણ વિચારવા લાગ્યો હતો કે યોગામાં જ ધ્યાન આપું અને ક્રિકેટ છોડી દઉ. જોકે તેણે ક્રિકેટમાં પાછા ફરવાનો નિર્ણય લીધો છે. તે બિગ બેશ લીગમાં પર્થ સ્ક્રોર્ચર્સ તરફથી રમતો જોવા મળશે.
First published: December 22, 2018, 4:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading