એશિયન ગેમ્સના બે મહિના પહેલા ચક્રફેંકમાં વિકાસ ગૌડાએ લીધો સંન્યાસ

News18 Gujarati
Updated: May 30, 2018, 8:15 PM IST
એશિયન ગેમ્સના બે મહિના પહેલા ચક્રફેંકમાં વિકાસ ગૌડાએ લીધો સંન્યાસ
2014માં ગ્લાસ્કો કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ વિજેતા ડિસ્ક થ્રોઅર વિકાસ ગૌડાએ બુધવારે સંન્યાસ લીધો હતો. ચાર વખત ઓલિમ્પિક રમનાર વિકાસ ગૌડાનો આ નિર્ણય થોડો ચોંકાવનારો છે.

2014માં ગ્લાસ્કો કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ વિજેતા ડિસ્ક થ્રોઅર વિકાસ ગૌડાએ બુધવારે સંન્યાસ લીધો હતો. ચાર વખત ઓલિમ્પિક રમનાર વિકાસ ગૌડાનો આ નિર્ણય થોડો ચોંકાવનારો છે.

  • Share this:
2014માં ગ્લાસ્કો કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ વિજેતા ડિસ્ક થ્રોઅર વિકાસ ગૌડાએ બુધવારે સંન્યાસ લીધો હતો. ચાર વખત ઓલિમ્પિક રમનાર વિકાસ ગૌડાનો આ નિર્ણય થોડો ચોંકાવનારો છે. કારણ કે એશિયન ગેમ્સના આયોજનમાં માત્ર બે મહિનો સમય બચ્યો છે. આવી સ્થિતિમાં તેનો આ નિર્ણય બધાને હેરાન કરનારો છે.

ઉલ્લેખનીય છે કે, વિકાસ ગૌડાએ ગત વર્ષે ભુવનેશ્વરમાં એશિયન ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ તેમણે કોઇ જ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લીધો ન્હોતો. તેઓ 5 જુલાઇએ 35 વર્ષના થઇ જશે. ભારતીય એથલેટિક્સ મહાસંઘ (એએફઆઇ)એ પોતાના ટ્વિટર પેજ ઉપર વિકાસના સન્યાસની ઘોષણા કરી છે. વિકાસે એએફઆઇને પત્ર લખીને પોતાની નિર્ણયની જાણ કરી હતી.

મૈસૂરમાં જન્મેલા વિકાસ છ વર્ષનો હતો ત્યારે જ તેમનો પરિવાર અમેરિકાના મરીલેન્ડમાં વસ્યા હતા. વિકાસના પિતા પણ પૂર્વ એથલિટ હતા. 1988ના ઓલિમ્પિકમાં રાષ્ટ્રીય કોચ રહ્યા હતા. વિકાસે 2012માં 66.28 મીટરના અંતરમાં રાષ્ટ્રીય રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. 2013 અને 2015ના એશિયન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. 2010ના કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વિર અને 2014માં ગ્લાસ્ગો કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

એશિયાઇ ગેમ્સમાં તેઓ 2010માં કાંસ્ય અને 2014માં સિલ્વર મેડલ જીતી ચુક્યા છે. તેમણે 2004, 2008, 2012 અને 2016 ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો. તેઓ 2012 લંડન ઓલિમ્પિકમાં ફાઇનલ સુધી પહોંચામાં સફળ રહ્યા હતા.
First published: May 30, 2018, 8:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading