Home /News /sport /રિયો ઓલંપિકમાં ઈતિહાસ રચનારી ભારતીય ગોલ્ડન ગર્લ દીપા કરમાકર પર 21 મહિનાનો લાગ્યો પ્રતિબંધ
રિયો ઓલંપિકમાં ઈતિહાસ રચનારી ભારતીય ગોલ્ડન ગર્લ દીપા કરમાકર પર 21 મહિનાનો લાગ્યો પ્રતિબંધ
dipa karmakar
રિયો ઓલંપિક 2016માં ચોથા સ્થાન પર રહેનારી દીપાને હાઈઝેમિન ડ્રગના ઉપયોગમાં દોષિત ઠેરવી છે. ઈન્ટરનેશનલ ડોપિંગ એજન્સીએ હાઈઝેમિન એસ-3 બેટા- 2ને પ્રતિબંધિત દવાની શ્રેણીમાં રાખી છે. આ પદાર્થને 2021 બાદ બૈન કરી દેવામાં આવી હતી.
નવી દિલ્હી: ભારતની સ્ટાર મહિલા જિમ્નાસ્ટ દીપા કરમાકરને 21 મહિના માટે પ્રતિબંધિત કરી દેવામાં આવી છે. ઈન્ટરનેશનલ ટેસ્ટિંગ એજન્સીએ પ્રતિબંધિત પદાર્થનું સેવન કરવા પર દીપા પર આ પ્રતિબંધ લગાવ્યો છે. રિયો ઓલંપિકમાં ઈતિહાસ રચનારી દીપા પર આ પ્રતિબંધ 21 મહિના સુધી રહેશે. ઈન્ટરનેશનલ ટેસ્ટીંગ એજન્સીએ તેની પુષ્ટિ કરી છે.
રિયો ઓલંપિક 2016માં ચોથા સ્થાન પર રહેનારી દીપાને હાઈઝેમિન ડ્રગના ઉપયોગમાં દોષિત ઠેરવી છે. ઈન્ટરનેશનલ ડોપિંગ એજન્સીએ હાઈઝેમિન એસ-3 બેટા- 2ને પ્રતિબંધિત દવાની શ્રેણીમાં રાખી છે. આ પદાર્થને 2021 બાદ બૈન કરી દેવામાં આવી હતી.
ગોલ્ડન ગર્લના નામથી ફેમસ દીપા કરમાકર ઓલંપિકમાં ભાગ લેનારી પ્રથમ ભારતીય જિમ્નાસ્ટ હતી. રિયો ઓલંપિકમાં દીપાનો સામનો દુનિયાની ટોપ એથલીટ અમેરિકાની સિમોના બાઈલ્સ, મારિયા પાસેકા અને ગુઈલિયા સ્ટેઈંગ્રબર જેવા દિગ્ગજ એથલીટો સાથે થયો હતો.
દીપા કરમાકરે રિયો ઓલંપિકમાં પ્રોદોનોવા વોલ્ટ સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. નેશનલ ગેમ્સના 7 મેડલિસ્ટ અને 3 અન્ય ડોપ ટેસ્ટમાં ફેલ થયો છે. વેટલિફ્ટિંગ, એથલેટિક્સ, રેસલિસંગ, સાઈકિલિંગ, જૂડો, ફુટબોલ, વુશુ અને લોન બોલ્સના 10 એથલીટ પણ ડોપ ટેસ્ટમાં ફેલ થયા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર