એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીતનારો ખેલાડી લારી પર વેચી રહ્યો છે કુલ્ફી!

News18 Gujarati
Updated: October 29, 2018, 10:01 AM IST
એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીતનારો ખેલાડી લારી પર વેચી રહ્યો છે કુલ્ફી!
કુલ્ફી વેચતો દિનેશ કુમાર

દિનેશ કુમાર દેશ અને વિદેશમાં બોક્સિંગમાં 17 ગોલ્ડ મેડલ, એક સિલ્વર મેડલ અને પાંચ બ્રોન્ઝ મેડલ જીતો ચુક્યો છે.

  • Share this:
નવી દિલ્હીઃ એશિયન ગેમ્સમાં ભારત તરફથી સિલ્વર મેડલ જીતનાર તેમજ 2010માં અર્જુન એવોર્ડ વિજેતા દિનેશ કુમાર આજકાલ હરિયાણાની ગલીઓમાં કુલ્ફી વેચી રહ્યો છે. એક સમયે લોકો તેને ટીવી પર જોઈને ચિયર્સ કરતા હતા, તે 30 વર્ષીય યુવાન ખેલાડી આજકાલ ભિવાનીની શેરીઓમાં એક લારીમાં કુલ્ફી વેચવા મજબૂર બન્યો છે.

ન્યૂઝ એજન્સી એએનઆઈ તરફથી એક વીડિયો જાહેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં દિનેશ કુમાર એક લારીને ધક્કો મારીને કુલ્ફી વેચતો નજરે પડી રહ્યો છે. તેની આસપાસથી પસાર થતા લોકો પણ આ દ્રશ્ય જોઈને ઉદાસ થઈ જાય છે. તેઓ વિચારતા હશે કે તેઓ જેમની પાસેથી પસાર થઈ રહ્યા છે તે દિનેશ કુમાર કદાચ ભારતનો બોક્સિંગ સ્ટાર બની શક્યો હોત. જોકે, 2014માં એક અકસ્માતે તેનું આ સપનું રોળી નાખ્યું હતું. દિનેશ કુમારની કારનો એક ટ્રક સાથે અકસ્માત થયો હતો.

દિનેશ કુમાર દેશ અને વિદેશમાં બોક્સિંગમાં 17 ગોલ્ડ મેડલ, એક સિલ્વર મેડલ અને પાંચ બ્રોન્ઝ મેડલ જીતો ચુક્યો છે. જોકે, આજે તે કંઈ જ નથી.

આ પણ વાંચોઃ ભારતીય ક્રિકેટર્સની પત્નીઓએ આવી રીતે કરી કરવા ચોથની ઉજવણી

દિનેશ કુમારના મોટાભાઈએ ન્યૂઝ એજન્સી સાથે વાતચીત કરતા જણાવ્યું કે, "દિનેશે દેશ અને વિદેશમાં અનેક સ્પર્ધામાં મેડલ જીત્યા હતા. દિનેશને વિદેશમાં મોકલવા માટે મારા પિતાએ લોન પર લોન લીધી હતી. હાલ અમારા પર લાખોનું દેવું છે. અમે આ ભયંકર રાજ્યમાં હોવાથી અમારા પર આવી આફત આવી છે. સરકાર પાસેથી કોઈ જ મદદ નથી મળી રહી. એટલું જ નહીં અમે કેવી રીતે જીવીએ છીએ કે રહીએ છીએ તેની કોઈને પડી નથી. કદાચ બીજા કોઈ સાથે આવું બન્યું હોત તો પરિસ્થિતિ કંઈક અલગ હોત."

આ પણ વાંચોઃ પરાજય પછી કોહલીને આવી આ ખેલાડીની યાદ, કહ્યું આગામી મેચમાં રમશેઆ અંગે વાતચીત કરતા દિનેશ કુમારે કહ્યુ કે, "મને એવી કોઈ જ આશા નથી દેખાતી કે સરકાર મને કોઈ રકમ કે નોકરી આપશે. મારો આકસ્માત થયા બાદ કોઈ પણ રાજકીય પક્ષે મને મદદ નથી કરી. હું સરકારને કહેવા માંગું છું કે હું આજે પણ એક સારો ખેલાડી છું, પરંતુ મારી સ્કિલનો વેડફાટ થઈ રહ્યો છે. આજકાલ હું કુલ્ફી વેચીને મારા પરિવારને મદદ કરી રહ્યો છું. મને બોક્સિંગ રિંગમાં પાછો જોવા માટે અને મારી કારકિર્દીને ચમકાવવા માટે મારા પરિવારે ખૂબ મહેનત કરી છે."

હાલ દિનેશ કુમાર બાળકોને બોક્સિંગની તાલિમ આપી રહ્યો છે. દિનેશ કુમારના જણાવ્યા પ્રમાણે તેણે તૈયાર કરેલા અનેક બાળકો ઇન્ટરનેશલ કક્ષાએ પહોંચી ગયા છે. બાળકોના કોચિંગ માટે તે કોઈ જ ફી નથી લઈ રહ્યો.
First published: October 29, 2018
વધુ વાંચો
अगली ख़बर