ભારતીય ક્રિકેટર દિનેશ કાર્તિકે (Dinesh Karthik) શાહરુખ ખાનની (Shah Rukh Khan)ટીમ ટ્રિનબેગો નાઇટ રાઇડર્સ (ટીકેઆર)ના ડ્રેસિંગ રુમમાં કેરેબિયન પ્રીમિયર લીગ(Caribbean Premier League)ની મેચ જોઈને બીસીસીઆઈ (BCCI)ના નિયમનો ભંગ કર્યો હતો. આ મામલે દિનેશ કાર્તિકે શરત વગર બીસીસીઆઈની માફી માંગી લીધી છે. કાર્તિક આઈપીએલની ટીમ કોલકાતા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) ટીમનો કેપ્ટન છે. તે ડ્રેસિંગ રુમમાં ટ્રિનબેગોની જર્સીમાં મેચ જોતા જોવા મળ્યો હતો. આ કારણે બીસીસીઆઈને તેને કારણ બતાવો નોટિસ જાહેર કરીને પૂછ્યું હતું કે તેનો કેન્દ્રીય કરાર રદ કેમ ના કરી દેવામાં આવે.
મેક્કુલમના કહેવાથી પહેરી હતી ટીકેઆરની જર્સી કાર્તિકે પોતાના જવાબમાં કહ્યું હતું કે તે કોચ બ્રેન્ડન મેક્કુલમની વિનંતી પર પોર્ટ ઓફ સ્પેન ગયો હતો અને તેના કહેવાથી ટીકેઆરની જર્સી પહેરી મેચ જોઈ હતી. કાર્તિકે પત્રમાં લખ્યું હતું કે હું આ પ્રવાસ પહેલા બીસીસીઆઈની મંજૂરી નહીં લેવાના કારણે શરત વગર માફી માંગું છું. હું જણાવીશ કે મેં ટીકેઆરની કોઈ ગતિવિધિમાં ભાગ લીધો નથી અને કોઈ ભૂમિકા પણ નિભાવી નથી.
કાર્તિકે આશ્વાસન આપ્યું છે કે તે ટીકેઆરના ડ્રેસિંગ રુમમાં બેસશે નહીં. કાર્તિકના આ માફીનામા પછી પ્રશાસકોની સમિતિ મામલાને ખતમ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે કાર્તિકને બીસીસીઆઈનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ મળેલો છે. સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સ્પષ્ટ લખ્યું છે કે તે કોઈપણ પ્રાઇવેટ લીગ સાથે જોડાઈ શકે નહીં. આ નિયમ બધા સક્રિય ફર્સ્ટ ક્લાસ ક્રિકેટરો ઉપર પણ લાગુ પડે છે.
વર્લ્ડ કપમાં નિષ્ફળ રહ્યો હતો કાર્તિક કાર્તિક ભારત તરફથી 26 ટેસ્ટ, 94 વન-ડે અને 32 ટી-20 મુકાબલા રમ્યો છે. તે વર્લ્ડ કપ 2019માં ટીમ ઇન્ડિયાનો સભ્ય હતો. તેની પસંદગી ઉપર પણ સવાલ ઉઠ્યા હતા. વર્લ્ડ કપમાં તે બે મેચ રમ્યો હતો અને તે 8 અને 6 રન બનાવી શક્યો હતો. હવે ટીમ ઇન્ડિયામાં તેને ફરી સ્થાન મળે તેવી સંભાવના ઓછી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર