દુબઈઃ દિનેશ કાર્તિક (Dinesh Karthik)એ કોલકાતા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders)ની કેપ્ટન્સી છોડી દીધી છે. હવે ઈંગ્લેન્ડના બેટ્સમેન ઓયન મોર્ગન (Eoin Morgan) ટીમની જવાબદારી સંભાળશે. દિનેશ કાર્તિકે KKR મેનેજમેન્ટને જણાવ્યું કે તે હવે બેટિંગ (Batting) પર વધુ ફોકસ કરીને ટીમને મજબૂત કરવા માંગે છે.
દિનેશ કાર્તિક (Dinesh Karthik)એ કેપ્ટન્સી છોડવાનો નિર્ણય મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians)ની મેચ પહેલા લીધો છે. આજે રાત્રે આઇપીએલ (IPL 2020)માં બીજી વાર મુંબઈ સામે કેકેઆરનો મુકાબલો થશે.
#IPL2020 Dinesh Karthik informs the KKR management that with a view to focus on his batting and contributing more to the team’s cause, he wishes to hand over the team's captaincy to Eoin Morgan: #KolkataKnightRiders (KKR)
દિનેશ કાર્તિકના નિર્ણય પર ટીમ મેનેજમેન્ટે શું કહ્યું?
કાર્તિકે કેપ્ટન્સી છોડવાના નિર્ણય વિશે કેકેઆરના સીઇઓ વેંકી મૈસૂરીને જાણકારી આપી. તેમણે કહ્યું કે આવો મોટો નિર્ણય લેવા માટે હિંમતની જરૂર હોય છે. તેઓએ કહ્યું કે, અમે દિનેશ કાર્તિકના નિર્ણયની હેરાન છીએ. પરંતુ અમે તેમના નિર્ણયનું સન્માન કરીએ છીએ. દિનેશ કાર્તિકે હંમેશા પહેલા ટીમ માટે વિચાર્યું છે.
📰 "DK and Eoin have worked brilliantly together during this tournament and although Eoin takes over as captain, this is effectively a role swap," says CEO and MD @VenkyMysore#IPL2020#KKRhttps://t.co/6dwX45FNg5
આઇપીએલની હાલની સીઝનમાં દિનેશ કાર્તિકનું પ્રદર્શન સારું નથી રહ્યું. આરસીબીની વિરુદ્ધની મેચમાં કાર્તિક માત્ર એક રન કરીને આઉટ થઈ ગયો હતો. અત્યાર સુધી તેણે 7 ઇનિંગમાં માત્ર 107 રન કર્યા છે. તેમાં માત્ર એક અડધી સદી સામેલ છે. કદાચ આ જ કારણ છે કે તે હવે કેપ્ટન્સી છોડીને પોતાની બેટિંગ પર ફોકસ કરશે.
ઓયન મોર્ગન બનશે કેપ્ટન
ઓયન મોર્ગન ઈંગ્લેન્ડની વનડે ટીમનો હાલમાં કેપ્ટન છે. ગયા વર્ષે મોર્ગનની કેપ્ટન્સીમાં ઈંગ્લેન્ડની ટીમ વર્લ્ડ ચેમ્પિયન બની હતી. મોર્ગનને કોલકાતા નાઇટ રાઇડર્સે ગયા વર્ષે ડિસેમ્બરમાં 5.25 કરોડમાં ખરીદ્યો હતો. આ વર્ષે અત્યાર સુધીની આઇપીએલની 7 ઇનિંગમાં મોર્ગને 35ની સરેરાશથી 175 રન કર્યા છે. તેણે અત્યાર સુધી આ સીઝનમાં કોઈ અડધી સદી નથી ફટકારી. ટીમ મેનેજમેન્ટને આશા છે કે મોર્ગનના નેતૃત્વમાં કેકેઆરનું પ્રદર્શન સારું રહેશે.