Home /News /sport /

સામે આવી કાર્તિકની આશ્ચર્યમાં નાંખી દે તેવી વાત, તમે પણ ઠોકશો સલામ

સામે આવી કાર્તિકની આશ્ચર્યમાં નાંખી દે તેવી વાત, તમે પણ ઠોકશો સલામ

    એક મશહૂર કહાવત છે કે, લહેરોથી ડરીને નાવ પાર થતી નથી અને કોશિશ કરનારાઓની ક્યારેય હાર થતી નથી. આ કહેવત ટીમ ઈન્ડિયાને અંતિમ બોલે સિક્સ ફટકારીને ચેમ્પિયન બનાવનાર બેટ્સમેન દિનેશ કાર્તિક પર બિલકૂલ સટીક બેસે છે. તમે તે જાણીને હેરાન રહી જશો કે દિનેશ કાર્તિકે 3-4 વખત નહી પરંતુ 23 વખત ઈન્ટરનેશનલ ક્રિકેટમાં વાપસી કરી છે અને આ એક વર્લ્ડ રેકોર્ડ છે.

    મોહિન્દર અમરનાથ અને યુવરાજસિંહને કમબેકના કિંગ કહેવામાં આવે છે પરંતુ દિનેશ કાર્તિકના કમબેકના આંકડા જાણીને આશ્ચર્યમાં રહી જશો. દિનેશ કાર્તિકે ટેસ્ટમાં 4 વખત, વનડેમાં 13 અને ટી20માં 6 વખત કમબેક કર્યું છે.

    દિનેશ કાર્તિકના ડેબ્યૂને જોઈએ તો વર્તમાન સમયમાં તે સૌથી સીનિયર ખેલાડીઓમાંથી એક છે. કાર્તિકે વનડે ડેબ્યૂ સપ્ટેમ્બર 2004માં કર્યું હતું. જ્યારે દિનેશ કાર્તિકે ટેસ્ટ ડેબ્યૂ નવેમ્બર 2004માં કર્યું હતું. દિનેશ કાર્તિક ટીમ ઈન્ડિયાના ટી20 ડેબ્યૂનો પણ હિસ્સો રહ્યો હતો. તેને ડિસેમ્બર 2006માં પહેલી ટી20 મેચ રમી, જેમાં તે મેન ઓફ ધ મેચ પણ બન્યો હતો.



    દિનેશ કાર્તિકે હાલમાં જ ટીમ ઈન્ડિયામાં વાપસી કરી છે. આ વાપસી માટે દિનેશ કાર્તિકે ઘણા બધા બલિદાન આપ્યા છે. દિનેશ કાર્તિક વર્ષ 2016માં મુંબઈ આવ્યા અને તેને ક્રિકેટર અભિષેક નાયર પાસે પોતાની રમતને સુધારવા માટે મદદ માંગી. અભિષેક નાયરે એક નાના રૂમમાં દિનેશ કાર્તિકને બંધ રાખ્યો, જ્યાં કોઈ જ સુવિધાઓ નહતી. દિનેશ કાર્તિકે મુશ્કિલ પરિસ્થિતિમાં સમય વિતાવ્યો અને માનસિક રૂતે મજબૂત થઈ ગયો. આનું પરિણામ છે કે, જ્યારથી કાર્તિકે ટીમ ઈન્ડિયામાં વાપસી કરી ત્યારથી અલગ જ બેટ્સમેન નજરે પડી રહ્યો છે.
    Published by:Mujahid Tunvar
    First published:

    Tags: Dinesh karthik, India vs Bangladesh, Omebacks in international cricket, Team india

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन