ઈજાગ્રસ્ત વિકેટકિપર બેટ્સમેન રિદ્ધિમાન સાહાની જગ્યાએ અફઘાનિસ્તાન વિરૂદ્ધ 14 જૂનથી બેંગ્લોરમાં શરૂ થઈ રહેલ ઐતિહાસિક ટેસ્ટ મેચમાં દિનેશ કાર્તિકને ભારતીય ટીમમાં જગ્યા મળી શકે છે.
પસંદગી કમિટીના નજીકના સુત્રોના જણાવ્યા અનુસાર એમએસકે પ્રસાદની આગેવાની હેઠળ પસંદગી કમિટી ઈંગ્લેન્ડના પ્રવાસને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લઈ શકે છે, જ્યાં કાર્તિક ટેસ્ટ ટીમોમાં પણ જગ્યા બનાવી શકે છે.
ખાસ વાત તે છે કે, 2007માં ભારતના ઈંગ્લેન્ડના પ્રવાસ પર કાર્તિક ટેસ્ટ સિરીઝમાં સફળ રહ્યો હતો, તેને લોર્ડસમાં 60, નોર્ટિગહામમાં 77 અને ઓવલમાં 91 રનની ઈનિંગ રમી હતી.
કાર્તિકે 2010માં બાંગ્લાદેશ વિરૂદ્ધ પોતાની પાછલી ટેસ્ટ મેચ રમી હતી. ફર્સ્ટ ક્લાસ મેચોમાં પણ કાર્તિકે ધમાકેદાર પ્રદર્શન કર્યો છે, જ્યાં તેને 27 શતક સહિત 9000થી વધારે રન બનાવ્યા છે.
ભારત માટે કાર્તિકે 23 ટેસ્ટ મેચોમાં એક શતક અને સાત અર્ધશતક સાથે 1000 રન બનાવ્યા છે.
Published by:Mujahid Tunvar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર