દીપિકા પલ્લીકલ
-દિનેશ કાર્તિકને સ્ક્વોશ પ્લેયર દીપિકા પલ્લીકલ સાથે પ્રેમ થયો હતો. દીપિકા પલ્લીકલ ખ્યાતનામ સ્ક્વોશ ખેલાડી છે. વર્ષ 2012માં તેનું અર્જુન એવોર્ડથી સન્માન કરાયું હતું. દીપિકાએ ગયા વર્ષે વર્લ્ડ રેન્કિંગમાં ટોપ-10માં સ્થાન મેળવ્યું હતુ. કાર્તિક અને દીપિકાએ 18 ઓગસ્ટ 2015ના રોજ લગ્ન કર્યા હતા. દીપિકા ફિટનેસ, ગ્લેમર, ફેશન અને સુંદરતાનું કોમ્બિનેશન છે. તે દરેક પોશાકમાં સુંદર અને સ્ટાઈલિશ લાગે છે.
દિનેશ કાર્તિકના ઘરે કબીર-જીયાનના પિતા બન્યા છે.
Dinesh Karthik : ક્રિકેટર દિનેશ કાર્તિક જુડવા બાળકોનો પિતા બન્યો છે. પત્ની દીપિકા પલ્લીકલે બે બાળકોનો જન્મ આપ્યો છે.
ભારતીય ક્રિકેટર દિનેશ કાર્તિક ટ્વીન્સ (Dinesh Karthik Became Father of Twins) બાળકોનો પિતા બન્યો છે. દિનેશ કાર્તિકની પત્ની દિપીકા પલ્લીકલે (Dinesh Karthik Deepika Pallikal became Parents) ટ્વીન્સ બાળકોને જન્મ (Twins born to Dinesh Karthik Wife) આપ્યો છે. દિનેશ કાર્તિકે જાતે સોશિયલ મીડિયા પર આ જાણકારી આપી છે. તેમણે જન્મેલા બંને દીકરાના નામ પણ પાડી દીધા છે. દિનેશ કાર્તિકની પત્ની દિપીક સ્ક્વૉશ પ્લેયર છે અને બંનેએ પ્રેમ લગ્ન કર્યા હતા. દિનેશ કાર્તિકે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ મૂકી અને આ ખુશ ખબર આપી હતી.
દિનેશ કાર્તિકે સોશિયલ મીડિયામાં પોતાના શ્વાન સાથની પોસ્ટ મૂકતા લખ્યું કે 'અમે 3માંથી પાંચ થઈ ગયા, મને અને દિપીકાને બે સુંદર દીકારાઓનાં આશિર્વાદ મળ્યા છે. કબીર પલ્લીકલ કાર્થિક ઝીયાન પલ્લીકલ કાર્થિક, આનાથી વધારે ખુશીની વાત શું હોઈ શકે.
કાર્તિકની બીજી પત્ની છે દિપીકા
દીપિકા પલ્લીકલ દિનેશ કાર્તિકની બીજી પત્ની છે. તેણે તેની પ્રથમ પત્નીથી છૂટાછેડા લીધા છે. દિનેશ કાર્તિક અને દીપિકા પલ્લીકલના લગ્ન 2015માં થયા હતા. કાર્તિક ભૂતકાળમાં ધ હન્ડ્રેડ ઇન ઈંગ્લેન્ડમાં કોમેન્ટ્રી કરતો જોવા મળ્યો હતો અને લોકોએ તેની પ્રશંસા કરી હતી.
તેણે પોતાની કપ્તાનીમાં તમિલનાડુને ઘણા ખિતાબ અપાવ્યા છે. જ્યારે આઈપીએલમાં કેકેઆરની કેપ્ટનશીપ પણ કાર્તિકે કરી હતી. કાર્તિકે બાંગ્લાદેશ સામે એક મેચમાં એવી જીત અપાવી હતી કે લોકોએ તેને ધોનીનો ખિતાબ આપી દીધો હતો.
36 વર્ષીય દિનેશ કાર્તિક ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયા માટે રમી ચૂક્યો છે. આ વિકેટકીપર બેટ્સમેને 26 ટેસ્ટમાં 1025 રન, 94 વનડેમાં 1752 રન અને 32 ટી20 ઈન્ટરનેશનલ મેચમાં 399 રન બનાવ્યા છે. તેણે ટેસ્ટમાં એક સદી અને 7 અડધી સદી ફટકારી છે. તેણે વનડેમાં 9 અડધી સદી પણ ફટકારી છે.
દિનેશ કાર્તિકની આ પોસ્ટ બાદ લોકોને અભિનંદન આપી રહ્યા છે. ચાહકો સાથે સાથી ખેલાડીઓએ પણ તેને પિતા બનવા બદલ શુભકામનાઓ આપી છે. દિનેશ કાર્તિક માટે હવે ટીમ ઈન્ડિયાની ઈનિંગ મર્યાદિત થઈ ગઈ છે ત્યારે તેના જીવનમાં આ નવી ઈનિંગની શરૂઆત થઈ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર