Home /News /sport /FIFA World Cup Qatar 2022: ફિફા વર્લ્ડ કપ 2022માં ડિજિટલ દર્શકોએ ટીવીને પાછળ છોડી, JioCinema પર બન્યો મોટો રેકોર્ડ
FIFA World Cup Qatar 2022: ફિફા વર્લ્ડ કપ 2022માં ડિજિટલ દર્શકોએ ટીવીને પાછળ છોડી, JioCinema પર બન્યો મોટો રેકોર્ડ
JioCinemaએ હાઇપ મોડ સાથે દર્શકોના લાઇવ અનુભવમાં લાહવો આપ્યો છે.
FIFA World Cup Qatar 2022: આ સાથે જ FIFA વર્લ્ડ કપ કતાર 2022 ની પહોંચ JioCinema પર 100 મિલિયનને પાર થવાની ધારણા છે. જિયો સિનેમા 20 નવેમ્બરથી iOS અને Android બંનેમાં ત્રણ અઠવાડિયા માટે ડાઉનલોડ કરાયેલ નંબર 1 મફત એપ્લિકેશન બની ગઇ છે.
FIFA World Cup Qatar 2022: ફિફા વર્લ્ડ કપ 2022ની ફાઇનલ મેચ આજે ફ્રાંસ અને અર્જેન્ટીના વચ્ચે રમાશે. ડિફેંડિંગ ચેમ્પિયન સેમી ફાઇનલમાં મોરક્કોને 2-0થી હરાવી સતત બીજી વખત ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. અર્જેન્ટીનાનાં કેપ્ટન મેસ્સીના દમ પર ક્રોએશિયાને 3-0થી હરાવીને ફાઇનલમાં પહોંચી છે. આવામાં ફુટબોલના આ મહાસંગ્રામનો ફીવર ભારતમાં પણ કોઇ ઓછો નથી. આ વખતે રમાઇ રહેલો ફુટબોલ વર્લ્ડકપની મેચો ભારતીય લોકોએ પણ સૌથી વધુ જોઇ છે. ફિફા વર્લ્ડકપનો ખુમાર ભારતમાં એ હદે લોકો પર ચઢ્યો છે કે, કતારમાં રમાઇ રહેલો વર્લ્ડકપ ભારતમાં સૌથી વધુ ભારતીય દર્શકોએ જોયો છે.
કતારમાં રમાઇ રહેલો ફિફા વર્લ્ડ કપને દર્શકોએ ટેલિનિઝન કરતા ડિઝિટલ પ્લેટફોર્મ પર સૌથી વધુ જોયો છે. એટલે કે દર્શકોએ ટીવીના સ્થાને મોબાઇલમાં ફિફા વર્લ્ડ કપ 2022ની સૌથી વધુ મેચો જોઇ છે. જે સૌથી મોટો રેકોર્ડ છે. આ સાથે જ FIFA વર્લ્ડ કપ કતાર 2022 ની પહોંચ JioCinema પર 100 મિલિયનને પાર થવાની ધારણા છે. જિયો સિનેમા 20 નવેમ્બરથી iOS અને Android બંનેમાં ત્રણ અઠવાડિયા માટે ડાઉનલોડ કરાયેલ નંબર 1 મફત એપ્લિકેશન બની ગઇ છે.