Home /News /sport /

Diego Maradona: દિગ્ગજ ફૂટબોલર ડિએગો મેરાડોનાના મૃત્યુના એક વર્ષ બાદ તેના પર દુષ્કર્મનો આરોપ, પીડિતા સામે આવી

Diego Maradona: દિગ્ગજ ફૂટબોલર ડિએગો મેરાડોનાના મૃત્યુના એક વર્ષ બાદ તેના પર દુષ્કર્મનો આરોપ, પીડિતા સામે આવી

દિગ્ગજ ફૂટબોલર મેરેડોના પર લાગ્યો દુષ્કર્મનો આરોપ

Diego Maradona Accused in Rape : 'મારી સાથે જે બન્યું તે કહેવા માટે અન્ય લોકો સાથે આવું બનતું અટકાવવા માટે અને અન્ય છોકરીઓ બોલવાની શક્તિ, હિંમત આવે તે માટે મેં આ નિર્ણય લીધો છે.'

  ફૂટબોલના મહાન ખેલાડીઓમાંના એક ડિએગો મેરાડોના (Diego Maradona Accused in Rape ) પર ક્યુબન મહિલાએ બળાત્કારનો (Cuban Woman Accuses Maradona of Rape) આરોપ લગાવ્યો છે. આર્જેન્ટિનાના પ્રખ્યાત ફૂટબોલર (Argentina footballer) મેરાડોનાનું ગયા વર્ષે 60 વર્ષની ઉંમરે કાર્ડિયાક અરેસ્ટને કારણે અવસાન થયું હતું. ક્યુબા (Cuba)ની 37 વર્ષીય મહિલાએ સોમવારે એક પત્રકાર પરિષદમાં દાવો કર્યો હતો કે, મેરાડોનાએ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો અને તેનું બાળપણ છીનવી લીધું હતું.

  પીડિતાના જણાવ્યા અનુસાર આ કેસ વર્ષ 2001નો છે. મેરાડોના તે સમયે 40 વર્ષનો હતો અને તે માત્ર 16 વર્ષની હતી. પીડિતાએ જણાવ્યું હતું કે, મેરાડોના ડ્રગની લતની સારવાર માટે ક્યુબામાં હતો, ત્યારે તેની સાથે પ્રથમ મુલાકાત થઈ હતી. વધુમાં કહ્યું હતું કે, મેરાડોનાએ હવાનાના ક્લિનિકમાં તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. તેની માતા બાજુના રૂમમાં હતી.

  ' તેણે મારું મોઢું ઢાંકી દીધું હતું અને મારા પર બળાત્કાર ગુજાર્યો...'

  અલ્વારેઝે કહ્યું, તેણે મારું મોઢું ઢાંકી દીધું હતું અને મારા પર બળાત્કાર ગુજાર્યો હતો. હું તેના વિશે વધુ વિચારવા માંગતી નથી. મારી બધી નિર્દોષતા મારી પાસેથી છીનવાઈ ગઈ હતી. તેને બહાર પણ જવા દેવાઈ ન હોવાનું દાવો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તેની પરાણે Breast augmentation સર્જરી કરાવવામાં આવી હતી.

  આર્જેન્ટિનાને 1986ના વર્લ્ડ કપમાં પ્રેરણા આપી હતી

  ઉલ્લેખનીય છે કે, મેરાડોનાને ઇતિહાસના મહાન ફૂટબોલરોમાંનો એક માનવામાં આવે છે. તેણે આર્જેન્ટિનાને 1986ના વર્લ્ડ કપમાં પ્રેરણા આપી હતી. ગત વર્ષે લોહીના ગઠ્ઠાના કારણે મગજની શસ્ત્રક્રિયા કરાવ્યા બાદ તેનું અવસાન થયું હતું. તેને કોકેઇન અને આલ્કોહોલની લત હતી.

  ક્યૂબન સરકાર વચ્ચે ન હોત તો..

  પીડિતાએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, દિવંગત રાષ્ટ્રપતિ ફિડેલ કાસ્ટ્રો સાથે મેરાડોનાની મિત્રતાને કારણે ઉંમરનો મોટો તફાવત હોવા છતાં તેના પરિવારે તેને મેરાડોના સાથે સંબંધ રાખવા દીધા હતા. તેણે કહ્યું કે, જો ક્યુબન સરકાર વચ્ચે ન હોત તો મારા પરિવારે ક્યારેય તેનો સ્વીકાર કર્યો ન હોત. સંબંધ સ્વીકારવાની ફરજ પડી હતી.

  બે બાળકોની માતા છે પીડિતા

  પીડિતા 15 અને 4 વર્ષના બે બાળકોની માતા છે. મેરાડોના સાથેનો તેનો સંબંધ 4થી 5 વર્ષ જેટલો ચાલ્યો હતો. તેણે એવો પણ દાવો કર્યો હતો કે, મેરાડોનાએ હવાનામાં તેના ઘરે તેના પર બળાત્કાર કર્યો હતો અને આવું કૃત્ય ઘણી વખત બન્યા હોવાનું પણ તેણે કહ્યું હતું.

  આ પણ વાંચો : 5 દિગ્ગજ ખેલાડીઓ જેમનું કરિયર રાહુલ દ્રવિડ એરામાં સમાપ્ત થઈ શકે છે, પહેલું નામ આશ્ચર્યજનક

  પીડિતાની કબૂલાત જોયા બાદ ફરિયાદ નોંધાવી

  પીડિતાએ પોતે ફરિયાદ નોંધાવી નથી, પરંતુ આર્જેન્ટીનાના એનજીઓ દ્વારા લાવવામાં આવેલી ફરિયાદના સંદર્ભમાં બ્યૂનોસ આયર્સમાં આર્જેન્ટીનાના પ્રોસિક્યુટરને પુરાવા આપ્યા છે. ફાઉન્ડેશન ફોર પીસ નામની સંસ્થાએ તાજેતરમાં અમેરિકન મીડિયામાં પીડિતાની કબૂલાત જોયા બાદ ફરિયાદ નોંધાવી હતી.

  25મી નવેમ્બરે નિધનની પ્રથમ વર્ષ ગાંઠ

  પીડિતાએ જણાવ્યું હતું કે, 25 નવેમ્બરના રોજ મેરાડોનાના નિધનની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે મેરાડોના વિશે ટીવી શ્રેણીમાં કહેવાતા કેટલાક કિસ્સાઓને સંતુલિત કરવા માટે તે આટલા વર્ષો મૌન રહ્યા બાદ બોલી રહી છે.

  આ પણ વાંચો :  T20I ક્રિકેટમાં સૌથી વધુ 50+સ્કોર કરનાર આ છે ટોપ 5 બેટ્સમેન, રોહિત શર્માનો વાગ્યો ડંકો

  પીડિતાએ  કહ્યું કે, મારે જે કરવાનું હતું તે મેં કર્યું છે, બાકીનું હું કોર્ટ પર છોડી દઉં છું. મારી સાથે જે બન્યું તે કહેવા માટે અન્ય લોકો સાથે આવું બનતું અટકાવવા માટે અને અન્ય છોકરીઓ બોલવાની શક્તિ, હિંમત આવે તે માટે મેં આ નિર્ણય લીધો છે.
  Published by:Jay Mishra
  First published:

  Tags: Diego Maradona, ફુટબોલ, બળાત્કાર

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन