યુવરાજ સિંહે ધોની અને કોહલી પર કર્યો પ્રહાર, કહ્યું - આ બંનેએ ના આપ્યો ‘સાથ’

યુવરાજ સિંહે ધોની અને કોહલી પર કર્યો પ્રહાર, કહ્યું - આ બંનેએ ના આપ્યો ‘સાથ’

યુવરાજ સિંહે પોતાની નિવૃત્તિના 9 મહિના પછી ખુલીને એ વાતનો સ્વિકાર કર્યો

  • Share this:
    નવી દિલ્હી : ટીમ ઇન્ડિયાના (Team India) પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહે (Yuvraj Singh)ગત વર્ષે વર્લ્ડ કપ દરમિયાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી. યુવરાજ સિંહે પોતાની નિવૃત્તિના 9 મહિના પછી ખુલીને એ વાતનો સ્વિકાર કર્યો છે કે એમએસ ધોની (Mahendra Singh Dhoni)અને વિરાટ કોહલી (Virat Kohli)પાસેથી કેપ્ટન તરીકે એવો સાથ અને સહકાર મળ્યો નથી જેવો સૌરવ ગાંગુલી (Sourav Ganguly)પાસેથી મળ્યો હતો. ખાસ વાત એ છે કે ધોનીની કેપ્ટનશિપમાં ભારતે 2007નો ટી-20 વર્લ્ડ કપ અને 2011નો વન-ડે વર્લ્ડ કપ જીત્યો હતો. આ બંનેમાં યુવરાજ સિંહનો મહત્વનો રોલ હતો. 2011માં યુવરાજ મેન ઓફ ધ ટૂર્નામેન્ટ બન્યો હતો.

    સ્પોર્ટ્સ સ્ટારના રિપોર્ટ પ્રમાણે યુવરાજે કહ્યું હતું કે હું સૌરવ ગાંગુલી સાથે ક્રિકેટ રમ્યો અને તેમણે મને ઘણો સપોર્ટ કર્યો હતો. આ પછી માહી કેપ્ટન બન્યો. ધોની અને સૌરવમાંથી પસંદગી કરવી મુશ્કેલ સવાલ છે પણ જે રીતે સૌરવ ગાંગુલીએ મને સાથ આપ્યો હતો તેના કારણે તેમની સાથે મારી વધારે યાદો જોડાયેલી છે. મને નથી લાગતું કે ધોની અને વિરાટ કોહલી પાસેથી મને આવો સપોર્ટ મળ્યો હોય.

    આ પણ વાંચો - વિરાટ અને અનુષ્કાએ Coronavirus પીડિતોની મદદ માટે આપ્યા આટલા કરોડ રુપિયા

    પોતાની કારકિર્દીના શરુઆતના દિવસોને યાદ કરતા કહ્યું હતું કે મેં 2000માં કારકિર્દીની શરુઆત કરી હતી. ત્યારે કોઈ આઈપીએલ ન હતી. હું મારા આદર્શ ખેલાડીઓેને ટીવી પર જોતો હતો અને અચાનક મને તેમની સાથે બેસવાની તક મળી હતી. મારા મનમાં તેમના માટે ઘણું સન્માન છે અને હું તેમની પાસે શીખ્યો છું કે મીડિયામાં કેવી રીતે વાત કરવી જોઈએ. વર્તમાન સમયમાં મુશ્કેલથી કોઈ સીનિયર ખેલાડીઓને ગાઈડ કરે છે.
    Published by:Ashish Goyal
    First published: