શું પસંદગી સમિતિની બેઠકમાં સામેલ થાય છે અનુષ્કા શર્મા, આ છે હકીકત

News18 Gujarati
Updated: November 24, 2019, 4:00 PM IST
શું પસંદગી સમિતિની બેઠકમાં સામેલ થાય છે અનુષ્કા શર્મા, આ છે હકીકત
શું પસંદગી સમિતિની બેઠકમાં સામેલ થાય છે અનુષ્કા શર્મા, આ છે હકીકત

સોશિયલ મીડિયા ઉપર આ તસવીર વાયરલ થઈ રહી છે

  • Share this:
નવી દિલ્હી : વેસ્ટ ઇન્ડીઝની (West Indies)ટીમ આગામી મહિને ભારત (India) પ્રવાસે આવનારી છે. 21 નવેમ્બરે વેસ્ટ ઇન્ડીઝ (West Indies)સામે ટી-20 અને વન-ડે શ્રેણી માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી હતી. કોલકાતા(Kolkata)માં યોજાયેલી પસંદગી સમિતિની બેઠકમાં બીસીસીઆઈ (BCCI) અધ્યક્ષ સૌરવ ગાંગુલી (SouraV Ganguly)એ પણ ભાગ લીધો હતો.

બીસીસીઆઈના સત્તાવાર ટ્વિટર હેન્ડલથી આ બેઠકની તસવીર શેર કરવામાં આવી હતી. જોકે સોશિયલ મીડિયા ઉપર અન્ય એક તસવીર વાયરલ થઈ રહી છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)ની પત્ની અને અભિનેત્રી અનુષ્કા શર્મા (Anushka Sharma)એ પણ આ બેઠકમાં ભાગ લીધો હતો.

સોશિયલ મીડિયા ઉપર જે તસવીર વાયરલ થઈ રહી છે તેમાં સૌરવ ગાંગુલી, બીસીસીઆઈ સચિવ જય શાહ, પસંદગી સમિતિ સિવાય ભારતીય કેપ્ટન વિરાટ કોહલી સાથે અનુષ્કા શર્મા પણ જોવા મળી રહી છે. જોકે આ તસવીર સાચી નથી.

પસંદગી સમિતિની આ સાચી તસવીર છે


આ પણ વાંચો - અંબાતી રાયડુએ ફરી ક્રિકેટ છોડ્યું, ભ્રષ્ટાચારનો ગંભીર આરોપ લગાવ્યો

અનુષ્કા શર્મા ટીમ ઇન્ડિયાની સિલેક્શન કમિટીમાં ભાગ લઈ શકે નહીં. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી તસવીર અસલી નથી પણ એડિટ કરેલી તસવીર છે. અનુષ્કા શર્માની તસવીરને એડિટ કરીને લગાવવામાં આવી છે. અનુષ્કા શર્માની તસવીરને સિલેક્શન પેનલમાં સામેલ ગગન ખોડાના સ્થાને લગાવવામાં આવી છે.અનુષ્કા શર્મા ઘણી વખત પ્રશંસકોના નિશાને આવી ચૂકી છે. ફક્ત પ્રશંસકો જ નહીં ફારુખ એન્જીનિયર જેવા દિગ્ગજ ક્રિકેટર પણ તેની ઉપર કોમેન્ટ કરી ચૂક્યા છે. ફારુખે કહ્યું હતું કે ઇંગ્લેન્ડમાં યોજાયેલા વર્લ્ડ કપમાં બધા સિલેક્ટર્સ વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્માની ચા નો કપ ઉઠાવવાનું કામ કરી રહ્યા હતા. જોકે અનુષ્કા શર્માએ વળતો પ્રહાર કરતા પલટી ગયા હતા. ફારુખે પછી અનુષ્કાની માફી માંગી હતી.
First published: November 24, 2019, 4:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading