Home /News /sport /ભારતમાં હોકીના જાદુગર ધ્યાનચંદ પર દુનિયાના દિગ્ગજો પણ હતા ફિદા, જાણો હિટલરે શું કરી હતી તેમને ઓફર
ભારતમાં હોકીના જાદુગર ધ્યાનચંદ પર દુનિયાના દિગ્ગજો પણ હતા ફિદા, જાણો હિટલરે શું કરી હતી તેમને ઓફર
ઓલિમ્પિકમાં ત્રણ ગોલ્ડ જીતનારી ટીમનો મહત્વનો ભાગ ગણાતા મેજર ધ્યાનચંદ ભારતમાં તો ખ્યાતનામ હતા જ પણ તેની સાથે તે દુનિયાના અનેક દિગ્ગજો પણ તેમના મુરિદ હતા.
ઓલિમ્પિકમાં ત્રણ ગોલ્ડ જીતનારી ટીમનો મહત્વનો ભાગ ગણાતા મેજર ધ્યાનચંદ ભારતમાં તો ખ્યાતનામ હતા જ પણ તેની સાથે તે દુનિયાના અનેક દિગ્ગજો પણ તેમના મુરિદ હતા.
કામિત સોલંકી, અમદાવાદ: રાજીવ ગાંધી ખેલ રત્નના બદલે હવે દેશના સર્વોચ્ચ સન્માનને મળશે હોકીના જાદુગર મેજર ધ્યાનચંદનું નામ.દુનિયામાં એવા અનેક ખેલાડી છે જેણે પોતાની ક્ષમતાને કારણે ઇતિહાસના પાના પર પર પોતાનું નામ નોંધાવ્યું છે. ઓલિમ્પિકમાં ત્રણ ગોલ્ડ જીતનારી ટીમનો મહત્વનો ભાગ ગણાતા મેજર ધ્યાનચંદ ભારતમાં તો ખ્યાતનામ હતા જ પણ તેની સાથે તે દુનિયાના અનેક દિગ્ગજો પણ તેમના મુરિદ હતા.
હિટલરે શું કરી હતી ઓફર ?
ધ્યાનચંદની કરિયરમાં એક મહત્વનો પ્રસંગ ખૂબ જાણીતો છે. 1936માં બર્લિનમાં ઓલિમ્પિકમાં હોકીની ફાઈનલ મેચમાં મેજબાન જર્મની અને ભારતની ટક્કર થઈ રહી હતી. મેજર ધ્યાનચંદની ઓલિમ્પિકમાં શાનદાર પ્રદર્શન બાદ તાનાશાહ હિટલરે ધ્યાનચંદને જર્મનીની નાગરિકતા અને સેનામાં મોટો હોદ્દો આપવાની રજૂઆત કરી હતી. તેમણે ધ્યાનચંદને જર્મની તરફથી રમવાની ઓફર પણ આપી હતી પરંતુ ધ્યાનચંદ હંમેશા ભારત તરફથી રમવા માટે ગૌરવ સમજતા. હોકી પ્રેમી દેશ વિયનામાં ધ્યાનચંદની ચાર હાથમાં ચાર હોકી સ્ટિક સાથે એક મૂર્તિ લગાવી અને દેખાડ્યું કે ધ્યાનચંદ કેટલા જબરદસ્ત ખેલાડી હતા.
ક્રિકેટરના જાદુગર પણ હોકીના જાદુગર પર થયા હતા ફિદા
ક્રિકેટની દુનિયામાં જેમના નામનો ડંકો વાગ્યે છે એ સર ડોન બ્રેડમેન પણ ધ્યાનચંદના કાયલ હતા.1935માં ભારતની ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગઈ હતી. તે સમયે ભારતની એક મેચ એડિલેડમાં રમાઈ રહી હતી. ડોન બ્રેડમેન રમવા ઉતર્યા.બ્રેડમેન અને ધ્યાનચંદની એ સમયે મુલાકાત થઈ હતી.ડોન બ્રેડમેને હોકીના જાદુગરને કહ્યું હતુ કે તમે તો હોકી પણ એવી રીતે ફેરવો છો જેમ કોઈ ક્રિકેટર જાણે રન બનાવતો હોય.
તેમનું નામ પહેલા ધ્યાનસિંહ હતું. તેઓ 14 વર્ષની વયે જ હોકી રમવા લાગ્યા હતા.તેઓ ચાંદનીની રોશનીમાં પણ પ્રેક્ટિસ કરતાં રહેતા હતા અને આજ કારણે તેમના નામની પાછળ ચાંદ જોડાઈ ગયું. જે પાછળથી ધ્યાનચંદ તરીકે ઓળખાય
ખેલ રત્ન એવોર્ડ માટે કેવી રીતે થાય છે ખેલાડીની પસંદગી ?
રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ હવે મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડથી ઓળખાશે ત્યારે તમને જણાવીએ કે, કેવી રીતે ખેલાડીઓને ખેલરત્ન એવોર્ડ માટે પસંદગી કરવામાં આવે છે. ખેલ રત્ન એવોર્ડમાં ખેલાડીઓને સન્માનમાં એવોર્ડની સાથે શું શું મળે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ખેલાડીયોનાં "ચાર વર્ષના સમયગાળામાં રમત ક્ષેત્રે અદભૂત અને સૌથી ઉત્કૃષ્ટ પ્રદર્શન" માટે સન્માનિત કરવામાં આવે છે. યુવા, રમત-ગમત અને બાબતો મંત્રાલય દ્વારા આ વાર્ષિક પુરસ્કાર આપવામાં આવે છે. 1991-1992 માં આ રમત સન્માનની સ્થાપના કરી
બાર સભ્યોની સમિતિ વિવિધ આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સમાં રમતવીરના પ્રદર્શનનું મૂલ્યાંકન કરે છે જેમ કે, ઓલિમ્પિક ગેમ્સ, પેરાલિમ્પિક ગેમ્સ, એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સ. સમિતિએ પછીથી વધુ મંજૂરી માટે કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી સામે તેમની ભલામણો રજૂ કરે છે. માન્ય નામાંકન સરકાર દ્વારા રચાયેલી પસંદગી સમિતિ સમક્ષ મૂકવામાં આવે છે. આ બાર સભ્યોની સમિતિમાં મંત્રાલય દ્વારા નામાંકિત અધ્યક્ષ, ચાર ઓલિમ્પિયન અથવા ખેલ રત્ન અથવા અર્જુન પુરસ્કારના અગાઉના પ્રાપ્તકર્તા, ત્રણ રમત પત્રકારો, નિષ્ણાતો, કોમેન્ટેટર્સ, પેરાસ્પોર્ટ્સ સાથે સંકળાયેલા એક રમતવીર, નિષ્ણાત, વહીવટકર્તા, એક રમત સંચાલક, રમતગમત વિભાગના સંયુક્ત સચિવ અને SAI મહાનિર્દેશકનો સમાવેશ થાય છે.
" isDesktop="true" id="1121935" >
પુરસ્કાર માટે નામાંકન તમામ સરકારી માન્યતા પ્રાપ્ત રાષ્ટ્રીય રમત સંઘો, ભારતીય ઓલિમ્પિક સંઘ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (SAI), સ્પોર્ટ્સ પ્રમોશન એન્ડ કંટ્રોલ બોર્ડ અને રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ સરકારો તરફથી પ્રાપ્ત થાય છે. એવોર્ડમાં મેડલિયન, સર્ટિફિકેટ અને ₹ 25 લાખનું રોકડ ઇનામ આપનામાં આવે છે. વર્ષ માટે નામાંકન 30 એપ્રિલ અથવા એપ્રિલના છેલ્લા કામકાજના દિવસ સુધી સ્વીકારવામાં આવે છે જેમાં દરેક રમત શિસ્ત માટે બેથી વધુ ખેલાડીઓ નામાંકિત નથી થતા.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર