IPL: એમએસ ધોનીથી આઈપીએલમાં રન નથી બની રહ્યા, ટી-20 ના ઈતિહાસમાં સૌથી કંગાળ પ્રદર્શન

CSKના કેપ્ટન એમએસ ધોની (MS Dhoni)એ મેચમાં 27 બોલમાં 18 રન બનાવ્યા હતા.

IPL 2021: આઈપીએલ 2021(IPL 2021) ની એક મેચમાં CSKએ દિલ્હી કેપિટલ્સ સામે 137 રનનો લક્ષ્યાંક રાખ્યો છે. CSKના કેપ્ટન એમએસ ધોની (MS Dhoni)એ મેચમાં 27 બોલમાં 18 રન બનાવ્યા હતા.

  • Share this:
    દુબઈ: એમએસ ધોની (MS Dhoni) લાંબી લાંબી સિક્સરો મારવા માટે જાણીતો છે. પરંતુ છેલ્લી 2 આઈપીએલ (IPL) સીઝનથી તે બેટથી વધારે સારુ પ્રદર્શન કરી શક્યો નથી. છેલ્લી સીઝનમાં, ટીમ પ્રથમ વખત પ્લેઓફમાં સ્થાન મેળવી શકી ન હતી. ભલે સીએસકી એ આઈપીએલ 2021માં પ્લેઓફમાં સ્થાન મેળવ્યું હોય, ધોનીનું પ્રદર્શન છેલ્લા 14 વર્ષમાં સૌથી ખરાબ રહ્યું છે. તેણે વર્તમાન સીઝનની 13 મેચની 9 ઇનિંગ્સમાં 14ની એવરેજથી 84 રન બનાવ્યા છે. આ દરમિયાન તેની સ્ટ્રાઇક રેટ 97.67 હતો, જે આઇપીએલના ઇતિહાસમાં સૌથી ખરાબ પ્રદર્શન છે. દિલ્હી કેપિટલ્સ (Delhi capitals) સામે પ્રથમ રમતા CSKએ 5 વિકેટે 136 રન બનાવ્યા હતા.

    એમએસ ધોનીએ દિલ્હી સામે 27 બોલમાં 18 રન બનાવ્યા હતા. તેણે એક પણ બાઉન્ડ્રી ફટકારી શક્યો ન હતો. તેનો સ્ટ્રાઇક રેટ 66.66 હતો, જેના કારણે ટીમ 150 રનના આંકડાને સ્પર્શી શકી નહોતી. ધોનીએ વર્તમાન સિઝનમાં 86 બોલમાં 84 રન બનાવ્યા છે. 7 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા છે. એટલે કે, બાઉન્ડ્રીથી માત્ર 40 રન જ કરવામાં તે સફળ રહ્યો હતો. છેલ્લી સીઝનમાં ધોનીનો સ્ટ્રાઇક રેટ 116ની હતી. ધોનીએ તેની કેપ્ટનશીપમાં ત્રણ વખત સીએસકેને આઈપીએલ ખિતાબ અપાવ્યો છે.

    એમએસ ધોનીની ઓવરઓલ આઈપીએલના સ્ટ્રાઈક રેટની વાત કરીએ તો તે 136ની છે, જે અદભૂત છે. તેણે 217 મેચમાં 40ની એવરેજથી 4716 રન બનાવ્યા છે. તેણે 23 અડધી સદી પણ ફટકારી છે. તેણે 300થી વધુ ચોગ્ગા અને 200થી વધુ સિક્સર ફટકારી છે. ધોનીએ 2013માં એક સિઝનમાં સૌથી વધુ રન બનાવ્યા હતા. ત્યારબાદ તેણે 18 મેચમાં 42ની સરેરાશથી 461 રન બનાવ્યા હતા. 4 અડધી સદી ફટકારી હતી. તે સમયે તેની સ્ટ્રાઇક રેટ 163ની હતો.

    આ પણ વાંચો: CSK vs DC, IPL 2021: દિલ્હીએ રિષભ પંતને આપી બર્થ-ડે ગિફ્ટ, 10મી જીત સાથે DC ટોપ પર

    આ મેચ પહેલા CSKની ટીમ 13 માંથી 9 મેચ જીતી ચૂકી છે. ટીમ 18 પોઇન્ટ સાથે પોઈન્ટ ટેબલ પર બીજા સ્થાન પર છે. દિલ્હી કેપિટલ્સના પણ 13 મેચમાં 20 પોઇન્ટ છે. પરંતુ રન એવરેજના આધારે CSKની ટીમ ટોચ પર હતી પરંતુ હવે દિલ્હીએ મેચ જીતી લેતા ચેન્નાઈ બીજા સ્થન પર આવી ગયું છે. આવી સ્થિતિમાં બંને ટીમો માટે આ મેચ મહત્વની હતી. દિલ્હી મેચ જીતી ને તે ટેબલમાં નંબર -1 પર પહોંચી જશે. આરસીબીની ટીમ પણ પ્લેઓફમાં પહોંચી ગઈ છે.
    Published by:kuldipsinh barot
    First published: