IPL 2021: કેપ્ટન મહેન્દ્રસિંહ ઘોની આજે રાજસ્થાન સામે લગાવશે ‘ડબલ સેન્ચ્યુરી’

આઈપીએલમાં કોઈપણ એક ફ્રેન્ચાઈઝીના કેપ્ટન તરીકે ધોનીની આ 200મી મેચ હશે.

IPL 2021, CSK vs RR: એમએસ ધોની (MS Dhoni)ની આગેવાનીમાં ચેન્નાઈ સુપરકિંગ્સ આઈપીએલના પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે. લીગની 47મી મેચ રમવા માટે આજે ઘોની રાજસ્થાન સામે મેદાનમાં ઉતરશે.

  • Share this:
    નવી દિલ્હી: આઈપીએલ (IPL 2021)ની સૌથી સફળ ટીમમાંથી એક ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)નો કેપ્ટન એમએસ ઘોની (MS Dhoni) કરિયરમાં વધુ એક રેકોર્ડ તેના નામે કરવા જઈ રહ્યો છે. શનિવારે આઈપીએલ 2021ની 47મી મેચમાં ચેન્નાઈ સુપરકિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ (RR)ની ટીમ સામે મેદાનમાં ઉતરશે. ધોની આઈપીએલમાં 200મી મેચમાં ટીમના કેપ્ટન કરીકે મેદાનમાં ઉતરશે, ઘોની 3 આઈપીએલ જીતવાની સાથે સૌથી સફળ કેપ્ટનોમાંથી એક છે. IPL 2021માં પણ, ધોનીની CSK પ્લેઓફમાં પહોંચનાર પ્રથમ ટીમ બની. શનિવારે જ્યારે ચેન્નઈનો કેપ્ટન ધોની મેદાનમાં ઉતરશે ત્યારે તે એક નવો ઈતિહાસ રચશે. આઈપીએલમાં કોઈપણ એક ફ્રેન્ચાઈઝીના કેપ્ટન તરીકે ધોનીની આ 200મી મેચ હશે.

    CSKના કેપ્ટન તરીકે ધોનીએ 199 મેચોમાં 119 જીત અને 79 માં હાર સાથે ટીમની આગેવાની કરી હતી. જ્યારે એક મેચનું પરિણામ આવી શક્યું નથી. આઈપીએલમાં ધોનીની જીતની ટકાવારી (કેપ્ટન તરીકે ઓછામાં ઓછી 50 મેચ) સૌથી વધુ 66.10 ટકા છે. ધોની બાદ આ યાદીમાં મુંબઈ ઈન્ડિયન્સના રોહિત શર્મા 59.52 ટકા સાથે બીજા નંબરે છે.

    ધોની 2008 માં પ્રથમ સિઝનથી ચેન્નઈનો કેપ્ટન છે. સટ્ટાબાજીના કારણે CSK પર બે વર્ષનો પ્રતિબંધ મુકાયો ત્યારે ધોની પુણે સુપરજાયન્ટનો ભાગ બન્યો હતો. પહેલા ધોનીને પુણેનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, પરંતુ તે પછી તેણે સ્ટીવ સ્મિથને કેપ્ટનશીપ સોંપી હતી. ધોનીએ 2018 માં CSK કેપ્ટન તરીકે પરત ફરતી વખતે ત્રીજી વખત ખિતાબ જીત્યો હતો.

    આ પણ વાંચો: IPL 2021 : ચેન્નાઈ સુપરકિંગ્સ પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની, ધોનીએ મારી જીતની સિક્સર

    પોઈન્ટ ટેબલ પર નંબર 1 પર ચેન્નાઈની ટીમ

    IPL ફેઝ-2માં આજે ચેન્નઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાઈ રહી છે. જેમાં CSKના કેપ્ટન ધોનીએ ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી છે. તેવામાં પહેલા બેટિંગ કરવા ઉતરેલી હૈદરાબાદે 20 ઓવરમાં 7 વિકેટના નુકસાને 134 રન કર્યા છે. જેના જવાબમાં ધોની એન્ડ કંપનીએ 19.4 ઓવરમાં 139 રન કરી મેચ 6 વિકેટથી જીતી લીધે છે. ઉલ્લેખનીય છે કે ધોનીએ 96 મીટર લાંબી સિક્સ મારી ચેન્નઈની ટીમને મેચ તો જીતાડી જ દીધી પરંતુ પ્લે-ઓફમાં પણ ક્વોલિફાય કરાવી દીધી છે. અત્યારે CSK ફરી એકવાર 18 પોઈન્ટ સાથે ટેબલમાં નંબર-1 બની ગઈ છે.
    Published by:kuldipsinh barot
    First published: