Home /News /sport /MS Dhoni Production House: ધોની હવે બતાવશે ફિલ્મી દુનિયામાં ઝલવો, પ્રોડક્શન હાઉસ લોન્ચ કર્યું

MS Dhoni Production House: ધોની હવે બતાવશે ફિલ્મી દુનિયામાં ઝલવો, પ્રોડક્શન હાઉસ લોન્ચ કર્યું

ધોની એક્ટિંગમાં અજમાવી શકે છે હાથ

MS Dhoni Production House:  ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ માહીએ 15 ઓગસ્ટ 2020ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી, પરંતુ તે IPLમાં રમતા જોવા મળે છે. તે હજુ પણ ચેન્નાઈ ટીમની કેપ્ટનશીપ સંભાળી રહ્યો છે. પરંતુ હવે ધોની ફિલ્મી દુનિયા પર પ્રભુત્વ જમાવવા માટે તૈયાર છે અને તેણે પોતાનું પ્રોડક્શન હાઉસ પણ લોન્ચ કર્યું છે.

વધુ જુઓ ...
    MS Dhoni Production House:  ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ માહીએ 15 ઓગસ્ટ 2020ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી, પરંતુ તે IPLમાં રમતા જોવા મળે છે. તે હજુ પણ ચેન્નાઈ ટીમની કેપ્ટનશીપ સંભાળી રહ્યો છે. પરંતુ હવે ધોની ફિલ્મી દુનિયા પર પ્રભુત્વ જમાવવા માટે તૈયાર છે અને તેણે પોતાનું પ્રોડક્શન હાઉસ પણ લોન્ચ કર્યું છે.

    ઈન્ટરનેશનલ ક્રિકેટથી દૂર ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ હવે ફિલ્મી દુનિયામાં આવવાની તૈયારી કરી લીધી છે. જો કે તેની હજુ સુધી હીરો બનવાની કોઈ યોજના નથી, પરંતુ તેણે પોતાનું પ્રોડક્શન હાઉસ લોન્ચ કર્યું છે.

    આ પણ વાંચો : IND vs SA ODI: દક્ષિણ આફ્રિકાનો આ ખેલાડી છે 'હનુમાન ભક્ત', હવે કરે છે ભારત સામે કેપ્ટનશીપ

    માહીએ પોતાના પ્રોડક્શન હાઉસનું નામ 'ધોની એન્ટરટેઈનમેન્ટ’ (Dhoni Entertainment) રાખ્યું છે. LetsCinemaએ રવિવારે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. તેણે એક ફોટો પણ શેર કર્યો જેમાં ધોની જોવા મળી રહ્યો છે અને તેના પ્રોડક્શન હાઉસનું નામ પણ છે.

    થાલાપથી વિજય સાથે ફિલ્મ કરી શકે છે ધોની

    તમને જણાવી દઈએ કે, આ સમાચાર ઘણા સમયથી ચાલી રહ્યા હતા કે ધોની હવે ફિલ્મી દુનિયામાં આવવા માટે તૈયાર છે. રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે ધોની સાઉથના સુપરસ્ટાર થાલાપથી વિજય સાથે એક ફિલ્મ કરવા જઈ રહ્યો છે. આટલું જ નહીં, આશા છે કે ધોની આ ફિલ્મમાં કેમિયો પણ કરી શકે છે. ધોનીએ પોતે સાઉથના સુપરસ્ટાર વિજયને ફોન કરીને આ ફિલ્મ કરવા માટે કહ્યું છે.

    આ બધા સમાચારો વચ્ચે હવે ધોનીએ પોતાનું પ્રોડક્શન હાઉસ પણ લોન્ચ કર્યું છે. એટલે કે રિપોર્ટ્સમાં કરવામાં આવેલા દાવાઓમાંથી એક વાત સાચી જણાય છે. હવે ધોની મોટા પડદા પર ક્યારે જોવા મળશે તે પણ જોવાનું રહેશે.

    ધોનીના પ્રોડક્શન હાઉસમાં ત્રણ ભાષામાં ફિલ્મો બનશે

    ધોનીના પ્રોડક્શન હાઉસના જે પોસ્ટર સામે આવ્યા છે તેમાં જાણવા મળે છે કે માહી તેની ફિલ્મો ત્રણ ભાષામાં બનાવશે. આ ભાષાઓ તમિલ, તેલુગુ અને મલયાલમ છે. જો કે, ધોની 2008થી IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ટીમની કેપ્ટનશીપ સંભાળી રહ્યો છે. આ કારણે ધોની સાઉથમાં પણ ઘણો ફેમસ છે. માહીને થાલા નામથી પણ બોલાવવામાં આવે છે.


    માહીએ 15 ઓગસ્ટ 2020ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી, પરંતુ તે IPLમાં રમતા જોવા મળે છે. તે હજુ પણ ચેન્નાઈ ટીમની કેપ્ટનશીપ સંભાળી રહ્યો છે. રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે ધોની IPL 2023 પછી આ લીગમાંથી નિવૃત્તિ લઈ શકે છે.
    Published by:mujahid tunvar
    First published:

    Tags: Ms dhoni, Sports news, ક્રિકેટ

    विज्ञापन
    विज्ञापन