Home /News /sport /

ધોનીએ કહ્યુ, 'બૉલ લઈ લો નહીંતર કહેશે કે રિટાયર થઈ રહ્યો છુ'

ધોનીએ કહ્યુ, 'બૉલ લઈ લો નહીંતર કહેશે કે રિટાયર થઈ રહ્યો છુ'

એમ. એસ.ધોની ઑસ્ટેરિલાય સામેની સિરીઝમાં મેન ઑફ ધી સિરીઝ બન્યા હતા.

સામાન્ય રીતે છઠ્ઠા નંબર પર બેટિંગ માટે આવતા ધોની મેલબર્નમાં રમાયેલી વન ડેમાં છઠ્ઠા નંબરે ઉતર્યા હતા અને 114 બૉલમાં 87 રનની ઇનિંગ રમી હતી.

    ન્યૂઝ 18 ગુજરાતી: એમએસ ધોની તેમની ધમાકેદાર બેટિંગ ઉપરાંત મજાક મસ્તી માટે પણ ખૂબ જ જાણીતા છે.ટીમ ઇન્ડિયાને શુક્રવારે ત્રીજી વનડે મેચ જીતાડીને ધોની ખૂબ જ ખુશ જણાતા હતા. પુરસ્કાર લેતા પહેલાં ધોનીના હાથમાં મેચનો બૉલ હતો.

    આ સમયે તે્ઓ પોતાના સાથી ખેલાડીઓ અને કોચિંગ સ્ટાફ સાથે હાથ મેળવી રહ્યાં હતા.આ સમયે જ ટીમનના બૅટિંગ કૉચ સંજય બાંગર તેમની નજીક આવ્યા તો ધોનીએ તેમને બોલ આપતા કહ્યુ, 'બોલ લઈ લો નહીંતર લોકો કહેશે રિટાયર થઈ રહ્યો છુ'

    ખાસ વાત એ છે કે જ્યારે મેચ સમાપ્ત થઈ ત્યારબાદ ધોનીએ અમ્પાયરના હાથમાંથી બૉલ લઈ લીધો હતો જેના કારણે લોકો એવી અટકળો લગાડી રહ્યા હતા કે ધોની રિટાયર થશે. આ સીરિઝમાં ધોનીએ શાનદાર દેખાવ કર્યો. લોકોને એવું લાગી રહ્યું હતું કે ધોની કોઈ મોટો નિર્ણય લેશે.



    જોકે, ટીમના મુખ્ય કૉચ રવિ શાસ્ત્રીએ ધોનીની નિવૃતીની અફવાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું હતું. ધોનીએ શુક્રવારે કહ્યું કે ભારતીય ટીમની જરૂરિયાત મુજબ તેઓ કોઈ પણ સ્થાને બેટિંગ કરવા માટે તૈયાર છે.
    ધોનીને મૅન ઑફ ધ સીરીઝનો ઍવોર્ડ આપવામાં આવ્યો હતો.

    ધોનીએ ઑસ્ટ્રેલિયા વિરુદ્ધની શ્રેણીમાં ભારતને 2-1થી વિજય અપાવવામાં મુખ્ય ભૂમિક ભજવી હતી.સામાન્ય રીતે છઠ્ઠા ક્રમે બેટિંગ કરનાર ધોનીએ ચોથા નંબર પર બેટિંગ કરવા માટે ઉતર્યા હતા. તેમણે 114 બૉલમાં 6 ચોક્કાની મદદથી 87 રનની ઇનિંગ રમી હતી. ધોનીને જ્યારે પૂછવામાં આવ્યું કે તેઓ ક્યાં ક્રમે બેટિંગ કરવાનું પસંદ કરશે? ત્યારે તેમણે કહ્યુ, "હું કોઈ પણ ક્રમે બેટિંગ કરવા માટે તૈયાર છુ."
    Published by:Jay Mishra
    First published:

    Tags: M S Dhoni, Retirement, ક્રિકેટ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन