આર્મી ટ્રેનિંગ પૂરી કર્યા બાદ ધોની બન્યો નેતા, સામે આવી તસવીર

ધોનીનો નેતા તરીકેનો અંદાજ સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે

News18 Gujarati
Updated: August 23, 2019, 2:26 PM IST
આર્મી ટ્રેનિંગ પૂરી કર્યા બાદ ધોની બન્યો નેતા, સામે આવી તસવીર
ધોનીનો નેતા તરીકેનો અંદાજ સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે
News18 Gujarati
Updated: August 23, 2019, 2:26 PM IST
ટીમ ઈન્ડિયાના વિકેટકિપર બેટ્સમેન મહેન્દ્રસિંહ ધોનીના ભવિષ્યને લઈને તસવીર છેવટે સ્પષ્ટ થઈ ગઈ છે! વર્લ્ડ કપ 2019ની સેમીફાઇનલમાં ટીમ ઈન્ડિયાની વિદાય બાદથી જ તેના સંન્યાસને લઈને અનેક પ્રકારના અહેવાલો આવી રહ્યા હતા. આ દરમિયાન ધોનીએ વિન્ડીઝ પ્રવાસ પર ન જઈને આર્મી ટ્રેનિંગ માટે જવાનો નિર્ણય લીધો હતો. માહી 15 ઓગસ્ટે આર્મી ટ્રેનિંગ કરી પરત આવી ગયો છે અને હવે તે એક નવા અવતારમાં જોવા મળશે. ખાસ વાત એ છે કે ધોનીનો નવો અવતાર રાજકારણ સાથે જોડાયેલો છે. નોંધનીય છે કે, ધોનીની રાજકારણમાં જવાની અટકળો પણ લાંબા સમયથી ચાલી રહી છે.

ટીમ ઈન્ડિયાને બે વર્લ્ડ કપ જીતાડનારા મહેન્દ્રસિંહ ધોનીનો હવે એક એવો અવતાર જોવા મળી રહ્યો છે જે આ પહેલા ક્યારેય જોવા નથી મળ્યો. મૂળે, ભારતીય ટીમના આ વિકેટકિપર બેટ્સમેને હાલમાં જ મુંબઈમાં એક જાહેરાતનું શૂટિંગ કર્યુ છે, જેમાં તે નેતા બનેલો જોવા મળે છે. તેની આ તસવીર સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. પ્રશંસકોએ માહીનો આ નવો અવતાર ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

આ પણ વાંચો, ધોની અને પોન્ટિંગના આ મોટા રેકોર્ડથી ફક્ત એક પગલું દૂર કોહલી
Loading...


મુંબઈમાં થયેલા આ જાહેરાતના શૂટિંગમાં ધોનીએ એક નેતાનું પાત્ર ભજવ્યું છે. ધોની ઝભ્ભા અને ગાંધી ટોપી પહેરેલો દેખાય છે. એટલું જ નહીં, તેણે એવા જ અંદાજમાં પગે લાગી રહ્યો છે જેવી રીતે કોઈ રાજકીય રેલીમાં સમર્થકોને સંબોધતા રાજનેતાઓ કરે છે. ધોનીનો આ અંદાજ સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો, ભારતની શામિયા બની પાક.ની પુત્રવધૂ, ક્રિકેટર હસન સાથે દુબઈમાં થયા લગ્ન
First published: August 23, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...