DHONI PANDYA DANCE VIDEO: ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (MS DHONI) અને અનુભવી ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની મિત્રતા જાણીતી છે. પંડ્યા ભૂતપૂર્વ વિકેટકીપર ધોનીને પોતાનો મોટો ભાઈ જ સમજે છે અને તેની સાથે મોટા ભાઈની જેમ વર્તે છે. એટલું જ નહીં પણ તેણે ઘણી વખત કહ્યું છે કે ધોની તેના માટે મિત્ર અને મોટા ભાઈ જેવો છે. તાજેતરમાં જ હાર્દિક પંડ્યાની કપ્તાની હેઠળ, ભારતે ન્યુઝીલેન્ડમાં 3 મેચની T20 શ્રેણી 1-0થી જીતી હતી. પંડ્યા હાલ આરામ પર છે કારણ કે ન્યુઝીલેન્ડ સામેની વન-ડે શ્રેણીમાં તેને આરામ આપવામાં આવ્યો છે. કિવી ટીમ સામે ચાલી રહેલી વનડે શ્રેણીમાં તેને બ્રેક આપવામાં આવ્યો છે. હાલ દુબઈનો હાર્દિક અને ધોનીનો એક ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.
આ વીડિયો ધોનીની પત્ની સાક્ષીએ તેની ઈન્સ્ટા સ્ટોરીમાં શેર કર્યો છે, જે બાદ તે ટ્વિટર પર પણ વાયરલ થઈ રહ્યો છે. મહેન્દ્ર સિંહ ધોની અને હાર્દિક પંડ્યાના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં બંને રેપર બાદશાહના લોકપ્રિય ગીત 'કાલા ચશ્મા...' પર ડાન્સ કરતા જોવા મળે છે. આ ડાન્સ પાર્ટીમાં હાર્દિક પંડ્યાનો મોટો ભાઈ કૃણાલ પંડ્યા પણ જોવા મળી રહ્યો છે.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી ત્રણ મેચની ટી-20 શ્રેણીનો નિર્ણય વરસાદને કારણે બંને ટીમોની અપેક્ષા મુજબ રહ્યો ન હતો. પ્રથમ મેચ ધોવાઈ ગઈ હતી અને બીજી મેચમાં ભારતનો વિજય થયો હતો. ત્રીજી મેચમાં ફરી રસાકસી થઈ શકે એવી સ્થિતિ હતી ત્યારે વરસાદ વિલન બન્યો હતો. પણ ભારત આ શ્રેણી 1-0 થી જીતી ગયું હતું.
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર