ધોનીના સાત વર્ષ જૂના ટ્વિટ પર ચાહકોની ધબધબાટી, આવા આવા થયા ટ્વિટ

ધોનીના સાત વર્ષ જૂના ટ્વિટ પર ચાહકોની ધબધબાટી, આવા આવા થયા ટ્વિટ
ટીમ પાવર-પેક્ડ ટૂર્નામેન્ટ માટે મેદાનમાં ઉતરે તે પહેલાં જ માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટર પર માહીના ચાહકોએ વિન્ટેજ ટ્વિટ શરૂ કર્યું છે

ટીમ પાવર-પેક્ડ ટૂર્નામેન્ટ માટે મેદાનમાં ઉતરે તે પહેલાં જ માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટર પર માહીના ચાહકોએ વિન્ટેજ ટ્વિટ શરૂ કર્યું છે

  • Share this:
નવી દિલ્હી : આઇપીએલની આગામી સિઝનનો પ્રારંભ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે મહેન્દ્રસિંહ ધોનીનું જૂનું ટ્વિટ ઇન્ટરનેટ પર ફરી વળ્યું છે. ચેન્નાઈ સુપર કિંગ્સ ફ્રેન્ચાઇઝીનું નેતૃત્વ ધોનીના હાથમાં છે. ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં ટીમના સભ્યો સખત મહેનત કરી રહ્યા છે.

કોરોના મહામારી વચ્ચે ફરજિયાત ક્વોરન્ટાઇન સમયગાળા દરમિયાન ખેલાડીઓ અને બાકીના સ્ટાફ દ્વારા તેમના RT-PCR પરીક્ષણો કરાયા છે. 3 વખતની આઈપીએલ વિજેતા સીએસકે દ્વારા IPL માટે તડામાર તૈયારીઓ થઈ રહી છે. પરંતુ ટીમ પાવર-પેક્ડ ટૂર્નામેન્ટ માટે મેદાનમાં ઉતરે તે પહેલાં જ માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટર પર માહીના ચાહકોએ વિન્ટેજ ટ્વિટ શરૂ કર્યું છે.





આ પણ વાંચો - મહેસાણા : છઠીયારડા ગામના મહંત 4 એપ્રિલે જીવંત સમાધિ લેશે, પત્રિકાઓ પણ છાપવામાં આવી

ટ્વિટમાં શું લખાયું છે?

ધોનીએ ટ્વિટ કર્યું હતું કે કઈ ટીમ જીતશે તે મોટી બાબત નથી, હું તો અહીં માત્ર મનોરંજન માટે આવ્યો છું. 7 વર્ષ બાદ આ ટ્વિટના વધુ રિટ્વીટ થઈ રહ્યા છે. જેમાં કેટલાકે મજાક કરતા કહ્યું છે કે ,આરસીબી પણ જીતી શકે છે.



આઈપીએલની પાછલી સિઝનમા સીએસકેની સ્થિતિ ખરાબ હતી. સીએસકે ત્રણ વખતની ચેમ્પિયન હતી, પરંતુ ગત સિઝનમાં તે સાતમા સ્થાને રહી હતી.



આઇપીએલના ઇતિહાસમાં પ્રથમ વખત સીએસકે પ્લે ઓફમાં પહોંચી શકી ન હતી. આગામી આઈપીએલ સિઝનમાં સીએસકે સ્થિતિ ફેરવવાની દિશામાં ધ્યાન આપશે, જોકે, ભૂતપૂર્વ ક્રિકેટર અને વિશ્લેષક આકાશ ચોપરાનું માનવું છે કે, તેમના માટે કપરા ચઢાણ છે, ટૂર્નામેન્ટ દરમિયાન ટીમને અનેક મુદ્દાઓનો સામનો કરવો પડી શકે છે.
Published by:News18 Gujarati
First published:April 02, 2021, 16:37 pm

ટૉપ ન્યૂઝ