Home /News /sport /આ દિગ્ગજ ખેલાડીના કારણે ધોની બન્યો ટીમ ઈન્ડિયાનો મેન્ટર, ગાંગુલીએ કર્યો ખુલાસો
આ દિગ્ગજ ખેલાડીના કારણે ધોની બન્યો ટીમ ઈન્ડિયાનો મેન્ટર, ગાંગુલીએ કર્યો ખુલાસો
મહેન્દજ્રસિંહ ધોની ટીમ ઈન્ડિયાનો મેન્ટર બન્યો છે.
BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી(Sourav Ganguly)એ ટી 20 વર્લ્ડ કપ 2021 (T20 World Cup 2021) માટે ટીમ ઈન્ડિયાના મેન્ટર તરીકે મહેન્દ્ર સિંહ ધોની(MS Dhoni)ની નિમણૂક પાછળનું સાચું કારણ જાહેર કર્યું છે. ગાંગુલીએ કહ્યું કે, યુવા ટીમને ટુર્નામેન્ટમાં વધારાના સપોર્ટ અને અનુભવની જરૂર છે, જે ધોની પૂરી કરી શકે છે.
નવી દિલ્હી: બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલીએ (Sourav Ganguly) ટી 20 વર્લ્ડ કપ 2021 માટે ટીમ (ICC T20 World Cup 2021) ઈન્ડિયાના મેન્ટર તરીકે મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni)ની નિમણૂક પાછળનું સાચું કારણ જાહેર કર્યું છે. ગાંગુલીએ કહ્યું કે, યુવા ભારતીય ટીમને મોટી ટુર્નામેન્ટમાં વધારાના સપોર્ટ અને અનુભવની જરૂર છે, જે ધોની માર્ગદર્શક તરીકે પૂરી કરી શકે છે. તેણે તેની કારકિર્દીમાં ઘણી વખત સાબિત કર્યું છે. તેમની હાજરી ટીમ ઇન્ડિયા માટે ફાયદાકારક સાબિત થશે. તમને જણાવી દઈએ કે, ટી 20 વર્લ્ડ કપ 17 ઓક્ટોબરથી યુએઈ અને ઓમાનમાં રમાશે.
ધ ટેલિગ્રાફ સાથેની વાતચીતમાં ગાંગુલીએ ધોનીને ટીમમાં સામેલ કરવાના ફાયદાઓની ગણતરી કરી. તેમણે કહ્યું કે આ નિર્ણય યુવા ટીમ ઇન્ડિયાને ટી 20 વર્લ્ડ કપમાં મદદ કરવા માટે લેવામાં આવ્યો છે. ધોનીનો ટી 20 ફોર્મેટમાં રેકોર્ડ ઉત્તમ છે. ધોનીએ ટીમ ઇન્ડિયા અને આઈપીએલ ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ બંને માટે સારું પ્રદર્શન કર્યું છે. તેમને માત્ર માર્ગદર્શક બનાવવામાં આવ્યા નથી. અમે ખૂબ જ વિચાર -વિમર્શ બાદ જ તેમને આ જવાબદારી સોંપી છે.
ઓસ્ટ્રેલિયન ટીમનું ઉદાહરણ આપતા BCCI પ્રમુખે કહ્યું કે 2019 ની એશિઝ શ્રેણી (2019 Ashes Series) માટે કાંગારૂ ટીમે પૂર્વ કેપ્ટન સ્ટીવ વોન (Steve Waugh) પણ ટીમના માર્ગદર્શક બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાને પણ આનો ઘણો ફાયદો થયો. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડ સામે 2-2થી શ્રેણી ડ્રો કરી અને વિશ્વને મોટો સંદેશ આપ્યો.
તેમણે વધુમાં કહ્યું કે અમે 2013 બાદ કોઈ આઈસીસી ટ્રોફી જીતી નથી. મહત્વનું છે કે, ઓસ્ટ્રેલિયાએ પણ એશિઝ શ્રેણી માટે મહત્વની ભૂમિકા માટે સ્ટીવ વોનો સમાવેશ કર્યો હતો. અને ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ પણ શ્રેણી સમાન કરી હતી. ટી 20 વર્લ્ડ કપ જેવી મોટી ટુર્નામેન્ટમાં અનુભવી ખેલાડીઓની હાજરીનો લાભ ટીમને હંમેશા મળે છે.
ટીમ ઈન્ડિયાએ છેલ્લે 2013માં આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. આ પછી, ભારત 2015 અને 2019 માં વનડે વર્લ્ડ કપ, 2016માં ટી 20 વર્લ્ડ કપ, 2017માં ચેમ્પિયન્સ ટ્રોફીમાં સામેલ થયું. પરંતુ એક વખત પણ ટાઇટલ જીતી શક્યા નથી. 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઇન્ડિયાને ટાઇટલ જીતવાની તક હતી. પરંતુ ફાઇનલમાં તેને પાકિસ્તાન સામે હાર મળી હતી. તે જ સમયે, 2019 વર્લ્ડ કપમાં પણ ટીમ ઇન્ડિયા સેમીફાઇનલથી આગળ વધી શકી નથી.
આ જ કારણ છે કે વર્લ્ડકપ જેવી મોટી ટુર્નામેન્ટમાં ખેલાડીઓ પરના દબાણને જોતા ધોનીને ટીમ ઇન્ડિયા સાથે જોડવામાં આવ્યો છે. તેને દબાણ હેઠળ રમવાનો ઘણો અનુભવ છે અને ટી 20 વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયા માટે આ ઉપયોગી સાબિત થઈ શકે છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર