IPL 2018 : જ્યારે જીતના જશ્નને વચ્ચે છોડીને પુત્રી જીવામાં ખોવાઈ ગયો ધોની

News18 Gujarati
Updated: May 28, 2018, 5:00 PM IST
IPL 2018 : જ્યારે જીતના જશ્નને વચ્ચે છોડીને પુત્રી જીવામાં ખોવાઈ ગયો ધોની

  • Share this:
રવિવારે મુંબઈમાં રમાયેલ આઈપીએલ મેચની ફાઈનલમાં મળેલી ખિતાબી જીત પછી ચેન્નાઈ સુપરકિંગ્સની ટીમ જીતનો જશ્ન મનાવી રહી હતી. આ દરમિયાન કેપ્ટન ધોની સાથે તેમની પુત્રી જીવાના કેટલાક સુંદર અને ઈમોશનલ કરી નાખે તેવા ક્ષણ કેમેરામાં કેદ થઈ ગયા હતા.

જીત પછી જ્યારે આખી ટીમ મેદાન પર ટ્રોફી સાથે ફોટોશૂટ કરાવી રહી હતી, ત્યારે ધોની હંમેશાની જેમ પાછળ ઉભો રહીને જોશ સાથે ટીમ સાથે જશ્ન મનાવી રહ્યો હતો. પરંતુ જ્યારે તેમને પાછળથી આવતી જીવાને જોઈ તો, થોડીવારમાં બધુ ભૂલી જઈને કેપ્ટન એક કેયરિંગ પિતામાં ફેરવાઈ ગયો.

અસલમાં જીવા પોતાના પિતાની તરફ દોડતી આવી રહી હતી. ધોનીને જેવી જ તેની આવાજ સાંભળી, તો તે પોતાની જગ્યાથી હટીને જીવા પાસે પહોંચી ગયો અને પ્રેમપૂર્વક તેને ઉપાડીને ગળે લગાવી લીધી. ત્યાર પછી ધોની પોતાની પુત્રીને તેડીને જ પોતાની પોઝિશન પર આવીને ઉભો રહ્યો. જુઓ કેમેરામાં કેદ અનમોલ ક્ષણ




એટલું જ નહી, આના પછી જ્યારે ટીમની ઉપરથી પાછળથી ચમકીલા કાગળોનો વરસાદ થઈ રહ્યો હતો, તે નજારો જીવાને ખુબ જ પસંદ આવ્યા. ધોની પણ પુત્રીની ખુશીને સમજી ગયો અને તરત જ તે તરફ ફરી ગયો હતો. તે સમયે ફોટોશૂટનો ઐતિહાસક સમય હોવા છતાં ધોનીએ જરાપણ ચિંતા કર્યા વગર બધુ જ ભૂલીને બાપ-બેટી પોતાની અલગ જ દુનિયામાં ખોવાયેલા હતા. આ સુંદર ક્ષણ પણ કેમેરામાં કેદ થઈ ગયો. જુઓ વીડિયો


જણાવી દઈએ કે, શેન વોટ્સનની 57 બોલમાં અણનમ 117 રનોની વિસ્ફોટક ઈનિંગની મદદથી ચેન્નાઈ સુપર કિંગ્સ ત્રીજી વખત ઈન્ડિયન પ્રીમિયર લીગની વિજેતા બની. રવિવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સનરાઈઝર્સ હૈદરાબાદને આઠ વિકેટ હરાવીને સીએકેએ તેના બીજા ખિતાબ જીતવાના સ્વપ્નને તોડી દીધો હતો.
First published: May 28, 2018
વધુ વાંચો
अगली ख़बर