T20 World Cup: ધર્મશાલામાં રમાઇ શકે છે ટી-20 વર્લ્ડકપની પહેલી મેચ, BCCIએ આપ્યા સંકેત

  • Share this:
    ધર્મશાલા: ભારતમાં આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાવનાર ટી-20 વર્લ્ડ કપ (T-20 World Cup-2021)ની શરૂઆત ધર્મશાલાના મેદાન પરથી થઇ શકે છે. અને તેના પ્રયત્નો પણ ચાલુ કરી દેવામાં આવ્યા છે. બીસીસીઆઇના કોષાધ્યક્ષ અરુણ ધૂમલ (Arun Dhumal)નું કહેવું છે. કે, ઓક્ટોબરમાં ટી-20 વર્લ્ડ કપની શરૂઆત થશે જેમાં તમામ મેચ ભારતમાં રમાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. અમે પ્રયત્ન કરી રહ્યા છે કે, વર્લ્ડ કપની શરૂઆત હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોશીએશન (HCPA)ના સ્ટેડિયમ ધર્માશાલામાં થાય, મહત્વનું છે, કે ધર્માશાલા આ મેચોના વેન્યુંમાં સામેલ છે. જો કે તેનો કોઇ સિડ્યુલ હજી સુધી જાહેર કરવામાં આવ્યો નથી.

    ખરેખર, અરૂણ ધૂમલે કહ્યું કે, ધર્માશાલા ક્રિકેટ સ્ટેડિયમાં આંતરરાષ્ટીય ક્રિકેટ મેચ આયોજન થવાથી પર્યટન નગરી ધર્માશાલાને ફરી એકવાર વિશ્વસ્તરે ઓળખ મળશે. સ્નાનિક રોજગારોને આનાથી મોટો ફાયદો પણ થશે. ધર્માશાલા ક્રિકેટ સ્ટેડિયમમાં છેલ્લા કેટલાક સમયથી કોઇપણ મેચ રમાઇ નથી પરંતુ ધર્મશાલામા મોટી સંખ્યામાં પર્યટકો આવે છે જેથી મેચના આયોજનથી આ સ્થળે ટૂરીઝમનો વધારો જોવા મળશે.

    દેશમાં કોરોનાનો કહેર યથાવત: 96 હજાર નવા કેસ નોંધાયા, 446 લોકોનાં મોત

    2016થી 2020 સુધી આંતરરાષ્ટ્રીય મેચો રદ્દ
    ધર્મશાલામાં વર્ષ 2016માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યોજાવનારી મેચ રાજકીય કારણો સર રદ્દ કરી દેવામાં આવી હતી. ત્યાર બાદથી ધર્મશાલાના મેદાનમાં મેજબાનીનો ચાન્સ મળ્યો અને 2019-20માં ભારત અને દક્ષિણ આફ્રિકાની વચ્ચેની 2 મેચ વરસાદના કારણે રદ્દ થઇ ગઇ હતી.



    પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ વર્ષ 2013 માં યોજાઇ હતી
    ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પહેલી આંતરરાષ્ટ્રીય વનડે મેચ 27 જાન્યુઆરી, 2013ના રોજ ધર્મશાળા સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. તે પછી 20 ઓક્ટોબર 2015ના રોજ ભારત-દક્ષિણ આફ્રિકા અને 18 માર્ચ 2016ના રોજ ન્યુઝીલેન્ડ-ઓસ્ટ્રેલિયા વચ્ચે ટી 20 વર્લ્ડ કપ મેચ રમાઈ હતી. ધર્મશાળા ક્રિકેટ સ્ટેડિયમ વિશ્વના સૌથી સુંદર સ્ટેડિયમ માંથી એક છે.
    Published by:kuldipsinh barot
    First published: