Home /News /sport /ધનરાજ નથવાણી સર્વાનુમતે બન્યા GCAના નવા પ્રમુખ, મોદી-શાહની જૂની જગ્યા લેશે

ધનરાજ નથવાણી સર્વાનુમતે બન્યા GCAના નવા પ્રમુખ, મોદી-શાહની જૂની જગ્યા લેશે

GCA નાં નવા પ્રમુખ

Gujarat Cricket Association: ગુજરાત ક્રિકેટ એસોસિએશનમાં પણ નવા હોદેદારોની નિમણૂક કરવામાં આવી છે. ધનરાજ નથવાણીની ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ પદે વરણી કરવામાં આવી છે.

  ટી-20 વર્લ્ડકપમાં ભારતના સેમિફાઇનલમાં શરમજનક પરાજય બાદ હવે નેશનલ ટીમ સહિત મોટા ફેરફારો કરવામાં આવી રહ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમ અમુક ખેલાડીઓના પરફોર્મન્સને જોરે ટી 20 વર્લ્ડકપની સેમિફાઈનલ સુધી પહોંચી હતી. પરંતુ ઈંગ્લેન્ડ સામેની સેમિફાઈનલ મેચમાં ભારતીય ટીમના ધબડકા બાદ હવે જવાબદારીઓ નક્કી કરવામાં આવી રહી છે. ચહલને ન રમાડવા અને શામીના રોલ અંગે અનેક ફરિયાદો સાંભળ્યા બાદ અંતે BCCIએ ગઈકાલે મોડી રાત્રે ચેતન શર્માની આગેવાની હેઠળની સમિતિનું વિસર્જન કરી દીધું હતુ. તમામને બરતરફ કરવામાં આવ્યા છે.  તો બીજી તરફ ગુજરાત ક્રિકેટ એસોસિએશનમાં પણ નવા હોદેદારોની નિમણૂક કરવામાં આવી છે. ધનરાજ નથવાણીની ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ પદે વરણી કરવામાં આવી છે.

  છેલ્લા 4 વર્ષથી ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA)ના પ્રેસિડેન્ટની જગ્યા ખાલી પડેલી હતી. માટે પ્રેસિડેન્ટ સહીતની જગ્યામાં નવી નિમણૂક કરવામાં આવી છે.

  આ પણ વાંચો: વન-ડે, ટેસ્ટ અને ટી-20 ત્રણેય ફોર્મેટમાં અલગ કેપ્ટન! સિલેક્શન કમિટીને ગુડબાય કહ્યા બાદ BCCI નો માસ્ટર પ્લાન

  તો સાથોસાથ હેમંત ક્રોન્ટ્રાક્ટરની ગુજરાત ક્રિકેટ એસોસિએશનના ઉપપ્રમુખ તરીકે તો જોઈન્ટ સેક્રેટરી તરીકે મયુર પટેલને તેમજ અનિલ પટેલને સેક્રેટરી નીમવામાં આવ્યા છે.  GCAના ખજાનચી તરીકે ભરત ઝવેરીની વરણી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છે. ત્યાર બાદ વર્તમાન કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ પણ આ પોઝિશન પર રહી ચૂક્યા છે.
  Published by:Mayur Solanki
  First published:

  Tags: Cricket News Gujarati

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन