Home /News /sport /આફ્રિકા સામે નાકમાંથી લોહી નીકળ્યું છતા રોહિતે મેદાન છોડ્યું નહીં, વીડિયો વાયરલ

આફ્રિકા સામે નાકમાંથી લોહી નીકળ્યું છતા રોહિતે મેદાન છોડ્યું નહીં, વીડિયો વાયરલ

રોહિત શર્માને મેચ દરમિયાન નાકમાંથી આવ્યું લોહી

India vs South Africa T20 : ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. રવિવારે રમાયેલી સાઉથ આફ્રિકા સામેની બીજી T20 મેચમાં નાકમાંથી લોહી નીકળ્યા બાદ પણ તે મેદાન પર જ રહ્યો હતો. તેણે કેપ્ટનશીપ સંભાળી અને ખેલાડીઓને સૂચનાઓ આપી.

વધુ જુઓ ...
    India vs South Africa T20 : ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. રવિવારે રમાયેલી સાઉથ આફ્રિકા સામેની બીજી T20 મેચમાં નાકમાંથી લોહી નીકળ્યા બાદ પણ તે મેદાન પર જ રહ્યો હતો. તેણે કેપ્ટનશીપ સંભાળી અને ખેલાડીઓને સૂચનાઓ આપી.

    ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ સાઉથ આફ્રિકા સામેની T20 સિરીઝ જીતીને એક ખાસ સિદ્ધિ હાંસલ કરી છે. ઘરઆંગણે આવું કરનાર તે પ્રથમ ભારતીય કેપ્ટન બન્યો. મહેન્દ્ર સિંહ ધોની, વિરાટ કોહલી અને ઋષભ પંતે અગાઉ ઘરઆંગણે દક્ષિણ આફ્રિકા સામેની T20I શ્રેણીમાં કેપ્ટનશીપ કરી હતી પરંતુ તેઓ જીતી શક્યા ન હતા. જો કે, કેપ્ટન રોહિતની ચર્ચા એક ખાસ કારણથી થઈ રહી છે. મેચ દરમિયાન જ્યારે તે મુશ્કેલીમાં હતો ત્યારે પણ તે અડગ રહ્યો હતો.

    આ પણ વાંચો : Ind vs SA 2nd T20I: મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલીએ ન કરી શક્યા એ રોહિત શર્માએ કર્યુ

    ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રવિવારે રમાયેલી મેચનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં કેપ્ટન રોહિત શર્મા સાથી દિનેશ કાર્તિક અને હર્ષલ પટેલ સાથે જોવા મળી રહ્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે, કેવી રીતે કેપ્ટનના નાકમાંથી લોહી નીકળ્યા બાદ પણ તે પોતાનું કામ કરતો રહ્યો. નાકમાંથી નીકળતું લોહી રૂમાલ વડે સાફ કરી રહ્યો હતો ત્યારે દિનેશ કાર્તિક તેને કંઈક સમજતો હતો. કાર્તિકે મેદાનની બહાર કેટલાક ઈશારા કર્યા પણ રોહિતે પોતાનું કામ ચાલુ રાખ્યું. તે હર્ષલ પટેલ પાસે ગયો અને તેને સમજાવ્યો અને પછી તે મેદાનની બહાર ગયો.


    શ્રેણીમાં ભારતની અજેય સરસાઈ

    ભારતે દક્ષિણ આફ્રિકા સામેની બીજી T20માં 3 વિકેટ ગુમાવીને 237 રન બનાવ્યા છે. કેએલ રાહુલ સાથે કેપ્ટન રોહિત શર્માએ પ્રથમ વિકેટ માટે 96 રન જોડ્યા હતા. રોહિત 37 બોલમાં 7 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 43 રન બનાવીને આઉટ થયો હતો. સૂર્યકુમારે સૌથી વધુ 61 રન બનાવ્યા હતા. કેએલ રાહુલે 57 જ્યારે વિરાટ કોહલીએ 49 રન બનાવ્યા હતા. ભારતે પ્રથમ મેચ 8 વિકેટે જીતી હતી જ્યારે બીજી મેચ 16 રનથી જીતીને શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી હતી.



    રોહિતના નામે નોંધાયો શાનદાર રેકોર્ડ

    રોહિતે દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીમાં અજેય સરસાઈ મેળવીને એક વિશેષ સિદ્ધિ મેળવી હતી. તે દક્ષિણ આફ્રિકા સામે ઘરઆંગણે T20I શ્રેણી જીતનાર પ્રથમ ભારતીય કેપ્ટન બન્યો. આ પહેલા મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલી આ કામ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. 2015માં ધોનીની કપ્તાનીમાં ભારત મુલાકાતી ટીમ સામે 0-2થી હારી ગયું હતું. 2019માં વિરાટની કેપ્ટનશીપમાં શ્રેણી 1-1થી બરાબર થઈ હતી. દક્ષિણ આફ્રિકા આ ​​વર્ષે જૂનમાં શ્રેણી 2-2થી બરાબર કરવામાં સફળ રહ્યું હતું. અહીં ભારતની કપ્તાની રિષભ પંતના હાથમાં હતી.
    Published by:mujahid tunvar
    First published:

    Tags: Cricket News in Guajarati, Rohit sharma record, Sports news, ક્રિકેટ, ક્રિકેટ ન્યૂઝ, રોહિત શર્મા

    विज्ञापन
    विज्ञापन