દિલ્હી એન્ડ ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિયેશનને (DDCA) ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમનું નામ બદલવાનો નિર્ણય કર્યો છે. ડીડીસીએના અધ્યક્ષ રજત શર્માએ ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમનું નામ હવે બીજેપીના દિવંગત નેતા અરુણ જેટલીના નામ ઉપર કરવાનો નિર્ણય કર્યો છે. 12 સપ્ટેમ્બરના રોજ નામકરણ સમારોહ જવાહર લાલ નહેરુ સ્ટેડિયમમાં યોજાશે. જેમાં ગૃહ મંત્રી અમિત શાહ અને રમત મંત્રી કિરન રિજિજુ પણ હાજર રહેશે. આ સમારોહમાં કોટલા સ્ટેડિયમનું નામ અરુણ જેટલીના નામ પર રાખવામાં આવશે.
જેટલીને ડીડીસીએનું સન્માન ડીડીસીએના અધ્યક્ષ રજત શર્માએ કહ્યું હતું કે જે વ્યક્તિના સંરક્ષણમાં આ સ્ટેડિયમને ફરીથી બનાવવામાં આવ્યું તેમના નામ ઉપર સ્ટેડિયમનું નામ થવાથી વધારે શાનદાર શું હોઈ શકે. અરુણ જેટલીના સમર્થન અને પ્રોત્સાહનના કારણે ટીમ ઇન્ડિયાને વિરાટ કોહલી, વીરેન્દ્ર સેહવાગ, ગૌતમ ગંભીર, આશિષ નેહરા અને રિષભ પંત જેવા ખેલાડી મળ્યા છે.
જેટલી 1999માં સ્પોર્ટ્સના ક્ષેત્ર સાથે જોડાયા અરુણ જેટલી રાજનીતિ સિવાય સ્પોર્ટ્સના ક્ષેત્ર સાથે પણ જોડાયેલા રહ્યા હતા. 1999માં તે ડીડીસીએના અધ્યક્ષ બન્યા હતા અને 2012 સુધી આ જવાબદારી સંભાળી હતી. અરુણ જેટલીએ ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમને વર્લ્ડ ક્લાસ સુવિધાઓથી સજ્જ કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે પૂર્વ નાણા મંત્રી અને બીજેપીના વરિષ્ઠ નેતા અરુણ જેટલીનું 24 ઓગસ્ટના રોજ લાંબી બીમારી પછી દિલ્હીમાં નિધન થયું હતું. તે ઘણા સમયથી બીમાર હતા અને તેમની સારવાર દિલ્હીની એમ્સમાં ચાલી રહી હતી. જેટલી 66 વર્ષના હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર