દિલ્હીના ક્રિકેટરે ક્રિસમસ પાર્ટીમાં મહિલા સાથે છેડતી કરી, લેવાનો હતો ઇશાંત શર્માનું સ્થાન

દિલ્હીના ક્રિકેટરે ક્રિસમસ પાર્ટીમાં મહિલા સાથે છેડતી કરી, લેવાનો હતો ઇશાંત શર્માનું સ્થાન
દિલ્હીના ક્રિકેટરે ક્રિસમસ પાર્ટીમાં મહિલા સાથે છેડતી કરી

બે ખેલાડી મહિલાકર્મીનો પીછો કરતા તેના રુમમાં પહોંચી ગયા હતા

 • Share this:
  કોલકાતા : દિલ્હી અંડર-23 (Delhi U23) ક્રિકેટ ટીમના બે ખેલાડીઓ કુલદીપ યાદવ અને લક્ષ્ય થરેજા પર કોલકાતામાં હોટલની મહિલા કર્મચારી સાથે દુર્વ્યવહારનો કરવાનો આરોપ લાગ્યો છે. દિલ્હી અને જિલ્લા ક્રિકેટ એસોસિયેશને (DDCA) બંગાળ સામે સીકે નાયડુ ટ્રોફી મેચની પૂર્વ સંધ્યા પર આ આરોપ સાબિત થવાના કારણે બંને ખેલાડીઓને ઘરે મોકલી દીધા છે.

  બૅટ્સમેન લક્ષ્ય થરેજા દિલ્હી તરફથી લિસ્ટ એ ની મેચ રમ્યો છે. જેમાં તેણે અડધી સદી ફટકારી હતી. જ્યારે ફાસ્ટ બોલર કુલદીપનું પંજાબ સામેની રમાનારી આગામી રણજી મેચમાં ઇશાંત શર્મા(Ishant Sharma)ના સ્થાને રમવાનું નક્કી હતું. ખબર છે કે આ મામલામાં પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી પણ ડીડીસીએએ પોતાના નિર્દેશક સંજય ભારદ્વાજને કોલકાતા મોકલ્યા છે.  આ પણ વાંચો - IPL: આ ખેલાડી પર 28 કરોડ ખર્ચ કરવા તૈયાર હતો કોહલી, આ હતું કારણ

  DDCAના એક વરિષ્ઠ અધિકારીએ પીટીઆઈને કહ્યું હતું કે સંજય ભારદ્વાજ કોલકાતામાં છે. બંને ખેલાડી બંગાળ સામે આજથી શરુ થઈ રહેલી મેચ રમી રહ્યા નથી. તેમને આચાર સંહિતાના ભંગના કારણે પાછા ઘરે મોકલી દીધા છે. અમે સાંભળ્યું છે કે કથિત રીતે ખેલાડી ક્રિસમસ પાર્ટી કરવા હોટલમાં પહોંચ્યા હતા. આ પછી બે ખેલાડી મહિલાકર્મીનો પીછો કરતા તેના રુમમાં પહોંચી ગયા હતા અને સતત રુમનો દરવાજો ખખડાવતા રહ્યા હતા. આ પછી મહિલા કર્મચારીએ રિસેપ્શન પર ફોન કરીને ફરિયાદ કરી હતી. સીસીટીવી ફૂટેજથી ખેલાડીની ઓળખ થઈ હતી. સૌભાગ્યથી આ મામલામાં પોલીસ ફરિયાદ થઈ નથી કારણ કે દિલ્હી ટીમે હોટલના અધિકારીઓની કોઈપણ શરત વગર માફી માંગી લીધી હતી.

  ઇશાંત શર્મા પંજાબ સામેની મેચમાં ઉપલબ્ધ રહેશે નહીં. આવા સમયે કુલદીપનું અંતિમ ઇલેવનમાં સ્થાન નક્કી હતું પણ હવે જોવું પડશે કે ડીડીસીએ આ બંનં ખેલાડીઓ સામે અનુશાસનાત્મક કાર્યવાહી કરે છે કે નહીં. દિલ્હી અને બંગાળ વચ્ચેની મેચમાં દિલ્હીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરી છે.
  Published by:Ashish Goyal
  First published:December 28, 2019, 14:43 pm

  ટૉપ ન્યૂઝ