IPL 2018: લો સ્કોર છતાં કિંગ્સ ઈલેવન પંજાબે દિલ્હીને ચાર રને આપી માત

News18 Gujarati
Updated: April 23, 2018, 11:57 PM IST
IPL 2018: લો સ્કોર છતાં કિંગ્સ ઈલેવન પંજાબે દિલ્હીને ચાર રને આપી માત

  • Share this:
દિલ્હીના ફિરોજશાહ કોટલા મેદાનમાં થયેલા આઈપીએલના 22માં મુકાબલામાં કિંગ્સ ઈલેવ પંજાબે દિલ્હીને ચાર રને માત આપીને જીત મેળવી લીધી. આ મેચમાં પંજાબે લો સ્કોર બનાવ્યો હોવા છતાં બોલર્સની શાનદાર બોલિંગની મદદથી જીત મેળવી લીધી હતી.  આમ દિલ્હીને પાંચમી હારનો સામનો કરવો પડ્યો છે, દિલ્હી પહેલાથી જ પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને છે. હવે લગભગ દિલ્હીનો આઈપીએલમાંથી પડકાર ખત્મ થઈ ગયો છે.

દિલ્હીએ ટોસ જીતીને પંજાબને બેટિંગ આપી હતી, પહેલા બેટિંગ કરતાં પંજાબે આઠ વિકેટના નુકશાને 143 રન બનાવ્યા હતા. પંજાબ તરફથી સૌથી વધારે 34 રન કરૂણ નાયરે બનાવ્યા હતા, જ્યારે ડેવિડ મિલરે 26 રન બનાવ્યા હતા. તે ઉપરાંત લોકેશે 23 અને મયંક અગ્રવાલે 21 રન બનાવ્યા હતા. જ્યારે હૈદરાબાદ તરફથી પ્લૂંકેટે શાનદાર સ્પેલ નાંખતા ચાર ઓવરમાં ત્રણ વિકેટ ઝડપી હતી, જ્યારે અવેશ ખાને ચાર ઓવરમાં 36 રન આપીને 1 વિકેટ પોતાના નામે કરી હતી. જેમાં ડેનિયલ ક્રિસ્ટ્રીયલે ત્રણ ઓવરમાં એક વિકેટ ઝડપીને માત્ર 17 રન ખર્ચ કર્યા હતા. જ્યારે ટ્રેન્ટ બોલ્ટે ત્રણ ઓવરમાં 21 રન આપીને બે વિકેટ પોતાના ખાતામાં નોંધાવી હતી.

પંજાબે આપેલા 143 રનનો પીછો કરવા ઉતરેલ દિલ્હીની શરૂઆત પણ ખરાબ રહી હતી. દિલ્હીએ શરૂઆતમાં જ ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. જોકે એક સમયે પૃથ્વી શોએ શાનદાર બેટિંગ કરતાં ચાર ફોર ફટકારીને મેચના સ્કોરને સારી સ્થિતિએ પહોંચાડી દીધો હતો. પરંતુ પૃથ્વીના આઉટ થયા બાદ રનરેટમાં ઘટાડો થતો ગયો અને સામે વિકેટો પડવાનો સિલસિલો પણ ચાલું રહ્યો હતો. દિલ્હી તરફથી શ્રેયસ અય્યરે 45 બોલમાં 57 રનની ઈનિંગ રમી હતી પરંતુ તે ટીમને મેચ જીતાડી શક્યો નહતો. અંતિમ બોલે પાંચ રન કરવાના હતા ત્યારે તે કેચ આઉટ થઈ ગયો હતો. તે ઉપરાંત દિલ્હી તરફથી રાહુલ તેવટિયાએ સારી બેટિંગ કરતાં 21 બોલમાં મહત્વપૂર્ણ 24 રન ફટકાર્યા હતા પરંતુ તે પણ પાણીમાં ગયા હતા. તે ઉપરાંત પૃથ્વી શોએ 10 બોલમાં 22 રન ફટકાર્યા હતા.

પંજાબ તરફથી અંકિત રાજપૂત, એન્ડ્રૂ ટ્રાય અને મુઝીબ ઉર રહેમાને શાનદાર બોલિંગ નાંખતા  ત્રણે બોલર્સે ક્રમશ: 23, 25 અને 25 રન આપીને બે-બે વિકેટ પોતાના નામે કરી હતી. તે ઉપરાંત અશ્વિને ચાર ઓવરમાં માત્ર 19 રન ખર્ચ કર્યા હતા, પરંતુ અશ્વિનને વિકેટ મળી નહતી. બરિન્દરે બે વિકેટ મેળવી હતી પરંતુ તે થોડો મોંઘો સાબિત થયો હતો, તેને પોતાની ચાર ઓવરમાં 45 રન ખર્ચ કરી નાંખ્યા હતા.

નવો કેપ્ટન, નવો કોચ, નવા ક્રિકેટર તે ઉપરાંત ટીમ માલિકોમાં પણ કેટલાક નવા ફેરફાર થયા છે. આ નવા ફેરફારના કારણે એવું લાગી રહ્યું હતું કે, છેલ્લા ચાર વર્ષોથી ચાલી રહેલા ખરાબ નશીબમાં જરૂર પલટો આવશે, પરંતુ ડેયરડેવિલ્સના નશીબમાં અત્યાર સુધી કોઈ જ ફરક પડ્યો નથી. આ સિરીઝમાં અત્યાર સુધી દિલ્હીએ પાંચમાંથી ચાર મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે અને તેમની ટીમ પોઈન્ટ ટેબલમાં સૌથી છેલ્લા ક્રમે છે.

ખરાબ નશીબની વાત તે પણ છે કે, દિલ્હીને આ બધી મેચો પોતાના ઘરેલૂ મેદાનમાંથી બહાર રમવી પડી છે. દિલ્હીની ટીમ આઈપીએલ 2018ની પહેલી ઘરેલૂ મેચ કિંગ્સ ઈલેવન પંજાબ વિરૂદ્ધ રમવા જઈ રહી છે.નવા કોચ રિકી પોઈન્ટિંગે સત્રની શરૂઆતમાં સતત પાંચ મેચ બહારના મેદાન પર રમવાને લઈને નારજગી દર્શાવી હતી. પોન્ટિંગની શંકા સાચી સાબિત થઈ છે, પરંતુ ફિરોજશાહ કોટલા પર જે ટીમ સાથે દિલ્હી રમવા જઈ રહી છે. તે હાલમાં પોઈન્ટ ટેબલમાં સર્વોચ્ચ સ્થાન પર છે.

પંજાબ ક્રિસ ગેલની તોફાની ફોર્મના કારણે પોઈન્ટ ટેબલના બીજા નંબર પર છે. કેપ્ટન ગૌતમ ગંભીરનો સૌથી મોટો પડકાર ઓપનર કેએલ રાહુલ અને ક્રિસ ગેલના બલ્લાઓને ખામોશ કરવાનો રહેશે. ગેલ અત્યાર સુધી ત્રણ ઈનિંગમાં પોતાના અલગ અંદાજમાં એક શતક અને બે અર્ધશતક ફટકારી ચૂક્યો છે. ગેલ ઉપરાંત હાલમાં કેએલ રાહુલ આક્રમક બેટિંગ કરી રહ્યો છે, આઈપીએલ 2018માં સૌથી વધારે એવરેજ સાથે ઓપનિંગની શરૂઆત કરવામાં કેએલ રાહુલ અવ્વલ સ્થાને છે. અન્ય ટીમોના બેટ્સમેનો સરેરાશ 136ની એવરેજથી ઓપનિંગની શરૂઆત કરાવે છે, જ્યારે રાહુલની 196ની એવરેજ છે. જે કોઈપણ ટીમ માટે ચિંતાનો વિષય છે.

કેકેઆરની સફળતામાં ગંભીરના બલ્લાએ ઘણો મોટો યોગદાન આપ્યો છે, પરંતુ અહી અત્યાર સુધી તેમના બેટમાંથી જોઈએ તેટલા રન નિકળ્યા નથી. તે ઉપરાંત ઘરેલૂ જીવનની મુશ્કેલીઓમાંથી હાલમાં જ બહાર આવેલા મોહમ્મદ શમી પણ બોલિંગમાં કંઈ ખાસ પ્રદર્શન કરી શકતો નથી. દિલ્હીનો સ્પિનર શાહબાજ નદીમ પણ ચાલી રહ્યો નથી. તે ઉપરાંત ગ્લેન મેક્સવેલ પણ રંગમાં નજરે પડી રહ્યો નથી.

રિષભ પંતે સારી બેટિંગ કરી છે. બેંગ્લોર વિરૂદ્ધ તોફાની ઈનિંગ રમી હતી. અત્યાર સુધી પંત 223 રન બનાવી ચૂક્યો છે. દિલ્હીની ટીમની પસંદગી પર પણ પ્રશ્ન ઉઠી રહ્યાં છે. વિજય શંકરને ન ઉપરના ક્રમે બેટિંગ માટે મોકલવામાં આવ્યો છે અને ન તેના પાસે એક મેચને છોડીને બોલિંગ કરાવવામાં આવી છે. આમ પંજાબ સામે મેચ જીતવી દિલ્હી માટે સરળ રહેશે નહી, પરંતુ  તે વિશે આપણે કંઈ જ કહી શકીએ નહી. ક્રિકેટ અનિશ્ચિત્તાઓથી ભરેલી રમત છે, જેમાં ગમે ત્યારે કંઈ પણ થઈ શકે છે.
First published: April 23, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading