Home /News /sport /Big News: કોરોનાને કારણે IPLમાંથી હટ્યો દિલ્હી કેપિટલ્સનો આર અશ્વિન

Big News: કોરોનાને કારણે IPLમાંથી હટ્યો દિલ્હી કેપિટલ્સનો આર અશ્વિન

ફાઇલ તસવીર.

IPL 22021: સનસાઇઝ્સ હૈદરાબાદ સામે જીત મેળવ્યા બાદ આર અશ્વિને ટ્વીટ કરીને જણાવ્યું કે, તેનો પરિવાર કોવિડ-19 સામે જંગ લડી રહ્યો છે.

નવી દિલ્હી: કોરોના વાયરસની બીજી લહેર (Coronavirus second wave- India) સાથે આખો દેશ લડી રહ્યો છે. દિવસેને દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે. હૉસ્પિટલો (Hospitals) દર્દીઓથી ઊભરાઈ રહી છે. દરેક વ્યક્તિ દવા (Medicine), બેડ (Beds), ઑક્સીજન (Oxygen) મેળવવા માટે પ્રયાસ કરી રહી છે. મોટાભાગના રાજ્યોમાં પૂર્ણ કે આંશિક લૉકડાઉન (Lockdown) કે પછી કોઈને કોઈ પ્રતિબંધ છે. આ દરમિયાન એવા સમાચાર મળ્યા છે કે કોરનાને કારણે દિલ્હી કેપિટલ્સનો સ્ટાર બોલર આર અશ્વિન (R Ashwin) આઈપીએલ (IPL 2020)ની 14મી સિઝનથી હટી ગયો છે.

અશ્વિને આ અંગે ટ્વિટર પર પોસ્ટ મૂકીને જાણકારી આપી હતી. અશ્વિને ટ્વીટ કર્યું છે કે, હું કાલથી (મંગળવાર) આઈપીએલમાંથી બ્રેક લઈ રહ્યો છું. મારો પરિવાર કોવિડ-19 સામે લડાઈ લડી રહ્યો છે અને હું મુશ્કેલ સમયમાં તેનો સાથે આપવા માંગું છું. બધું ધાર્યાં પ્રમાણે થશે તો હું ફરીથી ટીમમાં જોડાઈશ તેવી આશા રાખુ છું.

પાંચ મેચમાં ફક્ત એક સફળતા મેળવી શક્યો છે અશ્વિન

સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ સુપર ઓવરમાં જીત મેળવ્યા બાદ આર અશ્વિને આ ટ્વીટ કર્યું હતું. દિલ્હી કેપિટલ્સે હવે તેની આગામી મેચ 27મી એપ્રિલના રોજ રોયલ ચેલેન્જર્સ સામે રમવાની છે. આ મેચમાં ટીમ અશ્વિન વગર જ મેદાનમાં ઉતરશે. હૈદરાબાદ સામે જીત મેળવ્યા બાદ દિલ્હી કેપિટલ્સ ટીમ પૉઇન્ટ ટેબલમાં બીજા નંબર પર આવી ગઈ છે.

આ પણ વાંચો: કોરોના સામેના જંગમાં ભારતની મદદે આવ્યું અમેરિકા, વેક્સીન માટે કાચો માલ આપશે

દિલ્હીએ પ્રથમ બેટિંગ કરતા ચાર વિકેટ પર 159 રન બનાવ્યા હતા. જવાબમાં હૈદરાબાદે નિર્ધારિત ઓવરમાં સાત વિકેટ ગુમાવીને એટલા જ રન બનાવી લીધા હતા. જે બાદમાં સુપર ઓવરમાં દિલ્હી કેપિટલ્સની જીત થઈ હતી. જોકે, આ મેચમાં અશ્વિનને એક પણ સફળતા મળી ન હતી. અશ્વિને ચાર ઓવરમાં 27 રન આપ્યા હતા. એટલું જ નહીં, દિલ્હી કેપિટલ્સ માટે પાંચ મેચમાં ફક્ત એક જ વિકેટ લઈ શક્યો છે.
First published:

Tags: Coronavirus, Delhi capitals, Ipl 2021, R ashwin, આઇપીએલ, ક્રિકેટ, બીસીસીઆઇ