નવી દિલ્હી: મહિલા પ્રીમિયર લીગના નવમી મેચમાં દિલ્હી કેપિટલ્સે ગુજરાત જાયંટ્સને 10 વિકેટે હરાવી દીધું છે. 106 રનના ટાર્ગેટને દિલ્હીએ 7.1 ઓવરમાં પ્રાપ્ત કરી લીધું હતું. ગુજરાતે મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ગુજરાતની ટીમે 20 ઓવરમાં નવ વિકેટ પર 105 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હીએ 7.1 ઓવરમાં જ એક પણ વિકેટ ખોયા વગર 107 રન બનાવી નાખ્યા હતા.
MAXIMUM 💥@TheShafaliVerma wasting no time in the chase as she has raced to 40* off 15 deliveries!
શેફાલી વર્માએ 28 બોલ પર 76 રન બનાવીને દિલ્હી કેપિટલ્સને ગુજરાત જાયંટ્સ વિરુદ્ધ ધમાકેદાર જીત અપાવી હતી. શેફાલીએ 19 બોલ પર અડધી સદી પુરી કરી હતી. તેણે પોતાની ઈનિંગ્સમાં 10 ચોગ્ગા અને પાંચ છગ્ગા લગાવ્યા હતા. શેફાલીની સ્ટ્રાઈક રેટ 271.43 રહી હતી. તેની સાથે ઈંનિંગ્સની શરુઆત કરવા આવેલા કપ્તાન મેગ લેનિંગ 15 બોલ પર 21 રન બનાવીને નોઆઉટ રહી હતી. તેણે ત્રણ ચોગ્ગા માર્યા હતા.
When @kappie777 got Laura Wolvaardt & Ashleigh Gardner in consecutive deliveries 👏👏
She finishes with 4⃣ wickets inside the powerplay!
ગુજરાતે મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. ગુજરાતની ટીમે 20 ઓવરમાં નવ વિકેટ પર 105 રન બનાવ્યા, જવાબમાં દિલ્હીએ 7.1 ઓવરમાં કોઈ પણ નુકસાન વિના 107 રન બનાવી લીધા હતા. શેફાલીની તોફાની ઈનિંગ્સનો અંદાજ એ વાત પર લગાવી શકાય કે, દિલ્હીએ 106 રનના ટાર્ગેટનો પીછો કરતા પાવરપ્લે એટલે કે, શરુઆતની છ ઓવરમાં જ 87 રન બનાવી લીધા હતા.
આવી રહી ગુજરાતની રમત
આ અગાઉ ગુજરાત માટે કિમ ગર્થે સૌથી વધારે 32 રન બનાવ્યા હતા. જોર્જિયા વેરહમે 22 અને હરલીન દેઓલે 20 રન બનાવ્યા હતા. તનુજા કંવરે 13 રનનું યોગદાન આપ્યું હતું. ચાર બેટ્સમેન ઉપરાંત અન્ય કોઈ ડબલ આંકડામાં રન બનાવી શક્યા નહોતા. દિલ્હી માટે મરિઝાન કૈપે શાનદાર બોલિંગ કરી હતી. તેણે પાંક વિકેટ લીધી હતી. શિખા પાંડેને ત્રણ સફળતા મળી હતી. રાધા યાદવને પણ એક વિકેટ મળી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર