Home /News /sport /Women's Asia Cup: ભારતે થાઈલેન્ડને જીતનો 'ચોગ્ગો' ન મારવા દીધો, 37 રનમાં આખી ટીમને કરી તંબુ ભેગી
Women's Asia Cup: ભારતે થાઈલેન્ડને જીતનો 'ચોગ્ગો' ન મારવા દીધો, 37 રનમાં આખી ટીમને કરી તંબુ ભેગી
ભારતીય મહિલા ટીમનું શાનદાર પ્રદર્શન
India Women vs Thailand Women: મહિલા એશિયા કપમાં ભારતે તેની પાંચમી મેચ જીતી લીધી છે. ટીમ ઈન્ડિયાએ થાઈલેન્ડને 10 વિકેટથી હરાવ્યું. આ જીત સાથે ભારતે પોઈન્ટ ટેબલમાં પોતાની સ્થિતિ વધુ મજબૂત કરી લીધી છે. હવે ભારતના 6 મેચમાં 10 પોઈન્ટ છે. આ પહેલા થાઈલેન્ડ સતત ત્રણ મેચ જીત્યું હતું. તેણે રવિવારે મલેશિયાને 50 રનથી હરાવ્યું હતું.
નવી દિલ્હી: મહિલા એશિયા કપમાં ભારતે તેની પાંચમી મેચ જીતી લીધી છે. ટીમ ઈન્ડિયાએ થાઈલેન્ડને 10 વિકેટથી હરાવ્યું. આ જીત સાથે ભારતે પોઈન્ટ ટેબલમાં પોતાની સ્થિતિ વધુ મજબૂત કરી લીધી છે. હવે ભારતના 6 મેચમાં 10 પોઈન્ટ છે. આ પહેલા થાઈલેન્ડ સતત ત્રણ મેચ જીત્યું હતું. તેણે રવિવારે મલેશિયાને 50 રનથી હરાવ્યું હતું.
આ પહેલા 7 ઓક્ટોબરે UAEને 18 રને હરાવ્યું હતું અને તેના એક દિવસ પહેલા એટલે કે 6 ઓક્ટોબરે પાકિસ્તાનને 4 વિકેટે હરાવ્યું હતું. પરંતુ, ભારતીય ટીમે તેના વિજય રથને રોકી દીધો હતો. ભારતે સેમિફાઇનલમાં પોતાનું સ્થાન પહેલેથી જ નિશ્ચિત કરી લીધું છે.
કેપ્ટન હરમનપ્રીત કૌર થાઈલેન્ડ સામેની એશિયા કપની આ મેચમાં રમી ન હતી. તેમના સ્થાને સ્મૃતિ મંધાનાએ ભારતીય ટીમની કમાન સંભાળી છે. આ મેચ તેના માટે પણ ખાસ હતી. મંધાનાની કારકિર્દીની આ 100મી T20 હતી અને ટીમે તેને વિજયની ખાસ ભેટ આપી હતી. મંધાનાએ આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. દીપ્તિ શર્માએ ત્રીજી ઓવરમાં જ નાથાકન ચંથમને ક્લીન બોલ્ડ કરી હતી. આ પછી ભારતે બીજી સફળતા માટે 3 ઓવરની રાહ જોવી પડી હતી.
મેચની 7મી ઓવરમાં થાઈલેન્ડે સતત બે બોલમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી. પ્રથમ ચાઈવાઈ રનઆઉટ થઇ અને બીજા જ બોલ પર સ્નેહ રાણાએ ચનિદા સુથિરુઆંગને ક્લીન બોલ્ડ કરી હતી. 20 રનમાં 3 વિકેટ ગુમાવ્યા બાદ થાઈલેન્ડની ટીમ મેચમાં પરત ફરી શકી ન હતી.
થાઇલેન્ડે આગામી 17 રનમાં વધુ 7 વિકેટ ગુમાવી દીધી હતી. આ રીતે થાઈલેન્ડની આખી ટીમ 15.1 ઓવરમાં 37 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ T20માં થાઈલેન્ડનો સૌથી ઓછો સ્કોર છે. ભારત તરફથી સ્નેહ રાણાએ 9 રનમાં 3 વિકેટ લીધી હતી. તે સિવાય રાજેશ્વરી ગાયકવાડે 2 અને દીપ્તિ શર્માએ પણ 2 વિકેટ લીધી હતી.
Published by:mujahid tunvar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર