Tokyo Olympics: દીપિકા કુમારીએ ઈતિહાસ રચ્યો, ઓલમ્પિક ક્વાર્ટર ફાઇનલમાં પહોંચનારી પહેલી ભારતીય તીરંદાજ

તીરંદાજ દીપિકા કુમારીએ પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન સેનિયા પેરોવોને રોમાંચક શૂટ ઓફમાં હરાવીને ટોક્યો ઓલમ્પિક મહિલા સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી દીધો

તીરંદાજ દીપિકા કુમારીએ પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન સેનિયા પેરોવોને રોમાંચક શૂટ ઓફમાં હરાવીને ટોક્યો ઓલમ્પિક મહિલા સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી દીધો

  • Share this:
    નવી દિલ્હી. દુનિયાની નંબર એક તીરંદાજ દીપિકા કુમારી (Deepika Kumari)એ પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન રશિયન ઓલમ્પિક સમિતિની સેનિયા પેરોવો (Ksenia Perova)ને રોમાંચક શૂટ ઓફમાં હરાવીને ટોક્યો ઓલમ્પિક (Tokyo Olympics) મહિલા સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી દીધો છે. પાંચ સેટ બાદ સ્કોર 5-5થી બરાબરી પર હતો. દીપિકાએ દબાણનો મજબૂતીથી સામનો કર્યો અને શૂટ ઓફમાં પરફેક્ટ 10 સ્કોર કર્યો અને રિયો ઓલમ્પિકની ટીમ બ્રોન્ઝ મેડલ વિજેતાને હરાવી.

    એક તીરના શૂટ ઓફમાં શરૂઆત કરતાં રશિયન તીરંદાજ દબાણમાં આવી ગઈ અને સાત જ સ્કોર કરી શકી. જ્યારે દીપિકાએ દસ સ્કોર કરીને મેચ 6-5થી જીતી. ત્રીજી વર ઓલમ્પિક રમી રહેલી દીપિકા ઓલમ્પિક તીરંદાજી ઇવેન્ટના અંતિમ આઠમાં પહોંચનારી પહેલી ભારતીય તીરંદાજ બની ગઈ છે. આ ઉપરાંત ભારતીય તીરંદાજ અતુન દાસ (Atanu Das) પણ પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયો છે. અતનુ દાસે ગુરૂવારે બીજા ચરણની ખૂબ રોમાંચક મેચમાં બે વારના ઓલમ્પિક ચેમ્પિયન દક્ષિણ કોરિયાના ઓ જિન્હયેક (Oh Jinhyek)ને શૂટ ઓફમાં હરાવ્યો હતો.

    આ પણ વાંચો, Tokyo Olympics, Hockey: ભારતે ગોલ્ડ મેડલિસ્ટ આર્જેન્ટિનાને હરાવ્યું, ક્વાર્ટર ફાઇનલમાં મેળવ્યું સ્થાન

    આગામી ચરણમાં અતનુ દાસનો સામનો જાપાનના તાકાહારૂ ફુરૂકાવા સાથે થશે, જે લંડન ઓલમ્પિકમાં વ્યક્તિગત સિલ્વર મેડલ વિજેતા છે. ફુરુકાવા અહીં બ્રોન્ઝ મેડલ જીતનારી જાપાનની ટીમનો હિસ્સો પણ હતો.

    આ પણ વાંચો, Tokyo Olympics, Badminton: પીવી સિંધુ ક્વાર્ટર ફાઇનલમાં, મેડલથી બે જીત દૂર

    નોંધનીય છે કે, અતનુ દાસ (Atanu Dass) અને દીપિકા કુમારી (Deepika Kumari)એ ગયા વર્ષે જૂન મહિનામાં લગ્ન કર્યા હતા. આજે દીપિકાની મેચ દરમિયાન અતનૂ હાજર હતો અને પોતાની પત્નીનો ઉત્સાહ વધારતો જોવા મળ્યો હતો.
    Published by:Mrunal Bhojak
    First published: