Home /News /sport /Deepati Sharma Mankading: દીપ્તિ શર્માના સમર્થનમાં આવેલા રવિચંદ્રન અશ્વિન બોલ્યા- તમે મને કેમ ટ્રેન્ડ કરી રહ્યા છો ?

Deepati Sharma Mankading: દીપ્તિ શર્માના સમર્થનમાં આવેલા રવિચંદ્રન અશ્વિન બોલ્યા- તમે મને કેમ ટ્રેન્ડ કરી રહ્યા છો ?

મેચના અંતે દીપ્તિ શર્માએ ઇંગ્લિશ બેટ્સમેન ચાર્લોટ ડીનને માંકડીંગ (રન આઉટ) કર્યું, જેના કારણે હંગામો મચી ગયો. જ્યારે પણ માંકડિંગની ચર્ચા થાય છે ત્યારે ભારતના સ્ટાર ખેલાડી રવિચંદ્રન અશ્વિનને યાદ કરવામાં આવી રહ્યો છે.

Deepati Sharma Mankading: ભારતીય મહિલા ટીમે ત્રીજી વનડેમાં ઈંગ્લેન્ડને 16 રને હરાવી શ્રેણી 3-0થી પોતાના નામે કરી લીધી છે. લોર્ડ્સમાં રમાયેલી આ મેચમાં ટીમ ઈન્ડિયાની આ જીતમાં ઓલરાઉન્ડર દીપ્તિ શર્માએ મહત્વની ભૂમિકા ભજવી હતી. દીપ્તિએ પ્રથમ બેટિંગમાં શાનદાર 68 રનની ઇનિંગ રમી હતી, જેના કારણે ભારત 169 રન સુધી પહોંચી શક્યું હતું. આ સાથે જ તેણે બોલિંગ અને ફિલ્ડિંગમાં પણ શાનદાર રમત રમી.

વધુ જુઓ ...
    દીપ્તિ શર્માએ ઈંગ્લિશ બેટ્સમેન ચાલોર્ડ ડીનને માંકડિંગ (રન આઉટ) કર્યા, જેમણે હંગામો મચાવ્યો છે. હવે સ્પિનર ​​આર. અશ્વિને દીપ્તિને સપોર્ટ કરતા તેને બોલિંગ હીરો ગણાવી છે. જ્યારે પણ માંકડિંગની વાત થાય છે ત્યારે રવિચંદ્રન અશ્વિન યાદ આવે છે. વર્ષ 2019ની IPL દરમિયાન આર. અશ્વિને જોસ બટલરને માંકડીંગ કર્યા હતા.

    ભારતીય મહિલા ટીમે ત્રીજી વનડેમાં ઈંગ્લેન્ડને 16 રને હરાવી શ્રેણી 3-0થી પોતાના નામે કરી લીધી છે. લોર્ડ્સમાં રમાયેલી આ મેચમાં ટીમ ઈન્ડિયાની આ જીતમાં ઓલરાઉન્ડર દીપ્તિ શર્માએ મહત્વની ભૂમિકા ભજવી હતી. દીપ્તિએ પ્રથમ બેટિંગમાં શાનદાર 68 રનની ઇનિંગ રમી હતી, જેના કારણે ભારત 169 રન સુધી પહોંચી શક્યું હતું. આ સાથે જ તેણે બોલિંગ અને ફિલ્ડિંગમાં પણ શાનદાર રમત રમી.

    અશ્વિન ટ્રેન્ડ થવા લાગ્યો

    મેચના અંતે દીપ્તિ શર્માએ ઇંગ્લિશ બેટ્સમેન ચાર્લોટ ડીનને માંકડીંગ (રન આઉટ) કર્યું, જેના કારણે હંગામો મચી ગયો. જ્યારે પણ માંકડિંગની ચર્ચા થાય છે ત્યારે ભારતના સ્ટાર ખેલાડી રવિચંદ્રન અશ્વિનને યાદ કરવામાં આવી રહ્યો છે. વર્ષ 2019 ના IPL દરમિયાન તેમેણે જોસ બટલરને માકડિંગ હતો. દીપ્તિ દ્વારા ડીનને આઉટ કર્યા પછી, કેટલાક યૂઝર્સે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર અશ્વિનના નામનો ઉલ્લેખ કરીને પોસ્ટ્સ શેર કરવાનું શરૂ કર્યું. જેથી અશ્વિન ટ્રેન્ડ થવા લાગ્યો.

    આ પણ વાંચો : IND vs AUS 2nd T20: નાગપુરમાં ફેન્સ લગાવી રહ્યા હતા RCB RCBના નારા, ગુસ્સે થયા વિરાટ કોહલી, VIDEO

    આર. અશ્વિને ત્યારપછી દીપ્તિ શર્માનું સમર્થન કરતા એક રસપ્રદ ટ્વીટ કર્યું. અશ્વિને લખ્યું, 'તમે અશ્વિનને કેમ ટ્રેન્ડ કરી રહ્યા છો? આજની રાત બોલિંગ હીરો દીપ્તિ શર્માની છે.’

    આ ઘટના દીપ્તિ શર્માએ ફેંકેલી ઇંગ્લિશ ઇનિંગ્સની 44મી ઓવરમાં બની હતી. તે સમયે ઇંગ્લેન્ડને જીતવા માટે 16 રન બનાવવાના હતા અને ચાર્લોટ ડીન અંતિમ બેટ્સમેન ફ્રેયા ડેવિસ સાથે ક્રિઝ પર હતી. નોન-સ્ટ્રાઈકરના છેડે ઉભેલી ચાર્લોટ ડીન તે ઓવરનો ચોથા બોલ પહેલા જ ક્રિઝની બહાર નીકળી ગઈ હતી. દીપ્તિએ ચતુરાઈ બતાવી અને બોલ ફેંકવાને બદલે સ્ટંપ પછાડી આઉટની અપીલ કરી.

    માંકડિંગના જણાવ્યા અનુસાર, જ્યારે બોલરને લાગે છે કે, નોન-સ્ટ્રાઈકર એન્ડ પર બેટ્સમેન બોલ ડિલિવર થાય તેના ઘણા સમય પહેલા તેની ક્રિઝ છોડી રહ્યો છે, ત્યારે બોલર નોન-સ્ટ્રાઈકર એન્ડ પર બેટ્સમેનને રનઆઉટ કરી શકે છે. આમાં બોલ રેકોર્ડ થતો નથી પણ બેટ્સમેન આઉટ થઈ જાય છે.

    માંકડિંગ હવે રમતની ભાવનાની વિરુદ્ધ નથી

    ઈંગ્લેન્ડના પ્રશંસકો અને ખેલાડીઓ દીપ્તિ શર્મા પર સવાલ ઉઠાવતા હશે, પરંતુ જો તેઓ એકવાર નિયમોને સમજી લે તો બધું જ સ્પષ્ટ થઈ જાય છે. ICCના મતે હવે મેનકાડિંગને રનઆઉટ કરવું યોગ્ય છે. ICCએ આ વર્ષે માંકડિંગને કાયદા 41.16 (અન્યાયી)માંથી રન-આઉટ નિયમ (38)માં ખસેડ્યું છે. મતલબ કે હવે માંકડિંગ કરવું એ રમતની ભાવના વિરૂદ્ધ માનવામાં આવતું નથી. આ નવો નિયમ 1 ઓક્ટોબરથી લાગુ થવા જઈ રહ્યો છે.
    Published by:mujahid tunvar
    First published:

    Tags: Sports news, ક્રિકેટ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन