Tokyo Olympics: ઓલિમ્પિક્સમાં જિમ્નાસ્ટિક્સના જજ તરીકે દીપક કાબરાની પસંદગી, આ બહુમાન મેળવનાર પ્રથમ ભારતીય

અગાઉ દીપક કાબરાની એશિયન જિમ્નેસ્ટિક્સ યુનિયનની તકનીકી સમિતિના સભ્ય તરીકે નિમણૂક થઈ હતી.

મુંબઈના દીપક કાબરાની એશિયન જિમ્નેસ્ટિક્સ યુનિયનની તકનીકી સમિતિના સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી હતી અને તેમણે 2019 એશિયન ચેમ્પિયનશીપ્સ માટે શ્રેષ્ઠ જૂરી તરીકે કામ કર્યું હતું.

  • Share this:
    આગામી ટોકયો ઓલિમ્લિપક્સ 2020ના (Tokyo Olympics 2020) આ વર્ષે યોજાનારા રમતોત્સવમાં જિમ્નાસ્ટિક્સના જજ (gymnastics judge from India) તરીકે ભારતીય દીપક કાબરાની (Deepak Kabra) પસંદગી કરવામાં આવી છે. આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિકના જજ તરીકે પસંદ થનારા દીપક આ બહુમાન મેળવનારા પ્રથમ ભારતીય છે. ભારતની સ્ટાર જિમ્નાસ્ટિક ખેલાડી દીપા કરમાકરે પોતાના ઑફિશિયલ ટ્વીટર હેન્ડલ પરથી આ અંગેની માહિતી આપી હતી.

    દીપાએ ટ્વીટર પર લખ્યું કે 'ઓલિમ્પિક્સમાં જિમ્નાસ્ટિક્સ જજ કરવા માટે પસંદ થનારા પ્રથમ ભારતીય, દીપક ભૈયા અંત:કરણથી અભિનંદન અને ટોકયો ઓલિમ્પિક્સ 2020 માટેની શુભકામના'

    મૂળ મુંબઈના વતની એવા દીપક કાબરાની નિયુક્તી વર્ષ 2019માં યોજાયેલી એશિયલ ચેમ્પિયનશીપમાં જૂરી તરીકે થઈ હતી અને તેઓ એશિયન જિમ્નાસ્ટિક યૂનિયનની ટેકનિકલ કમિટિમાં પણ પસંદ થયા હતા.



    અગાઉ નેશનલ રાઇફલ એસોસિએશનના જોઇન્ટ સેક્રેટરી પવનસિંઘની ટોકયો ઓલિમ્પિક્સના જજ તરીકે પસંદગી થઈ છે. તેઓ પણ રાઇફલ શુટિંગ માટે પસંદગી કરવામાં આવી છે. તેઓ પણ આ પ્રકારનું બહુમાન મેળવનારા પ્રથમ ભારતીય છે.

    જ્યાં સુધી જિમ્નાસ્ટિક્સની વાત છે ત્યાં સુધી ભારત તરફથી ટોકયો ઓલિમ્પિક્સમાં પ્રનાતી નાયક પ્રતિનિધિત્વ કરશે. 26વ વર્ષીય પ્રનાતી એશિયન ચેમ્પિયનશીપ 2019માં તેણે કરેલા પ્રદર્શન બદલ તેની પસંદગી એશિયન ક્વોટામાં કરવામાં આવી છે.

    આ પણ વાંચો : ગુજરાતની 6 મહિલા ખેલાડી ટોક્યો ઓલિમ્પિક અને પેરા ઓલિમ્પિકમાં કરશે ભારતનું પ્રતિનિધિત્વ

    પ્રથમવાર છ ગુજરાતી ખેલાડીઓની પણ પસંદગી

    ગાંધીનગર: આગામી 23 જુલાઈથી જાપાનના ટોક્યો ખાતે યોજાઈ રહેલા ઓલિમ્પિક અને પેરા ઓલિમ્પિક (Tokyo Olympics and Paralympics 2020)માં પ્રથમ વખત જરાતમાંથી છ સ્પર્ધક (Six Girls from Gujarat) ભાગ લઈ રહ્યા છે. સૌથી આનંદની વાત એ છે કે આ તમામ મહિલા ખેલાડી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આશરે 60 વર્ષના સમયગાળા બાદ ગુજરાતમાંથી પ્રથમ વખત કોઈ ઓલિમ્પિક અને પેરા ઓલિમ્પિક (Olympics and Paralympics)માં ભાગ લઈ રહ્યું છે. 1960માં રોમ ઓલિમ્પિક (Rome Olympics)માં હોકીના ખેલાડી તરીકે ગોવિંદરાવ સાંવતે ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

    ગુજરાતના આ ખેલાડીઓ ઓલિમ્પિક અને પેરા ઓલિમ્પિકમાં ભાગ લેશે

    1) પારુલ પરમાર (પેરા બેડમિન્ટન)-Parul Parmar
    2) ભાવિના પટેલ (પેરા ટેબલ ટેનિસ)-Bhavina Patel
    3) સોનલ પટેલ (પેરા ટેબલ ટેનિસ) - Sonal Patel
    4) અંકિતા રૈના (સ્વિમિંગ) - Ankita Raina
    5) માના પટેલ (સ્વિમિંગ પટેલ) - Maana Patel
    6) ઇલાવેનીલ વલારીવન (શૂટિંગ)- Elavenil Valarivan
    Published by:Jay Mishra
    First published: