Home /News /sport /દીપ્તિ બાદ દીપક ચર્ચામાંઃ આફ્રિકન બેટ્સમેનને રનઆઉટ કરી માકંડિંગ રિપીટ કરી શકયો હોત ચાહર, પરંતુ આપ્યુ જીવનદાન, Video

દીપ્તિ બાદ દીપક ચર્ચામાંઃ આફ્રિકન બેટ્સમેનને રનઆઉટ કરી માકંડિંગ રિપીટ કરી શકયો હોત ચાહર, પરંતુ આપ્યુ જીવનદાન, Video

દિપકે આપ્યું જીવનદાન

IND vs SA T20I: ભારતીય ઝડપી બોલર દીપક ચહરે આફ્રિકન બેટ્સમેન ટ્રિસ્ટન સ્ટબ્સને આઉટ ન કરાવીને જીવનદાન આપ્યું, જો તે ઇચ્છતો તો રન આઉટ કરીને માકંડિંગનું પુનરાવર્તન કરી શક્યો હોત. કારણ કે સ્ટબ્સ નોન-સ્ટ્રાઈકરના છેડે તેની ક્રિઝથી ઘણો આગળ ગયો હતો, પરંતુ ચહરે તેને ચેતવણી આપીને છોડી દીધો હતો.

વધુ જુઓ ...
IND vs SA T20I: ભારતીય ઝડપી બોલર દીપક ચહરે આફ્રિકન બેટ્સમેન ટ્રિસ્ટન સ્ટબ્સને આઉટ ન કરાવીને જીવનદાન આપ્યું, જો તે ઇચ્છતો તો રન આઉટ કરીને માકંડિંગનું પુનરાવર્તન કરી શક્યો હોત. કારણ કે સ્ટબ્સ નોન-સ્ટ્રાઈકરના છેડે તેની ક્રિઝથી ઘણો આગળ ગયો હતો, પરંતુ ચહરે તેને ચેતવણી આપીને છોડી દીધો હતો.

ઈન્દોરમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી ટી20 શ્રેણીની ત્રીજી મેચ ભલે ભારત હારી ગયું હોય, પરંતુ ઝડપી બોલર દીપક ચહરના વખાણ થઈ રહ્યા છે. આનું કારણ તેની બોલિંગ કે બેટિંગ નથી, પરંતુ આફ્રિકન બેટ્સમેન રન આઉટ કરવાની તક મળવા છતાં તેને ચેતવણી આપીને છોડી દેતા સુર્ખિયોમાં છવાયો છે. ચહરે દીપ્તિ શર્માની જેમ 'માકંડિંગ' ન કર્યું અને ચેતવણી આપીને આફ્રિકન બેટ્સમેન ટ્રીસ્ટન સ્ટબ્સને જીવનદાન આપ્યું.

આ ઘટના બાદ ફરી એકવાર સોશિયલ મીડિયામાં ખેલદિલીને લઈને ચર્ચા છેડાઈ છે. દીપક પહેલા ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઓલરાઉન્ડર દીપ્તિ શર્મા આ કારણોસર લાંબા સમયથી ચર્ચામાં રહી હતી. દીપકે આ મેચમાં દક્ષિણ આફ્રિકાના ટ્રીસ્ટન સ્ટબ્સને માકંડિંગ દ્વારા રનઆઉટ કરવાની તક છોડી દીધી અને એક વખત સોશિયલ મીડિયા પર તેની ચર્ચા શરૂ થઈ ગઈ છે. ક્રિકેટ ચાહકો વીડિયો અને ફોટો શેર કરીને દીપકની ખેલદિલીના વખાણ કરી રહ્યા છે અને તેને મોટા દિલનો ગણાવી રહ્યા છે.

16મી મેચમાં દીપક ચહરને મળી હતી તક

દીપક ચહર દક્ષિણ આફ્રિકાની ઇનિંગની 16મી ઓવર લઈને આવ્યો હતો. તે ઓવરનો પ્રથમ બોલ લે છે અને જુએ છે કે, બેટ્સમેન સ્ટબ્સ પહેલેથી જ ક્રિઝની બહાર ગયો છે. આવી સ્થિતિમાં ચહર બોલ ફેંકવાને બદલે રોકાઈ ગયો, જ્યારે સ્ટબ્સ પાછો ફર્યો તો ચોંકી ગયો, કારણ કે તે ક્રિઝની બહાર હતો અને ચહરે રન આઉટ કરી શકતો હોત, પરંતુ તેને માત્ર બેટ્સમેનને ડરાવ્યો અને હસીને ફરીથી બોલિંગ કરવા લાગ્યો. ચહરે સ્ટબ્સને ચેતવણી આપી હતી, જેથી તે ફરીથી આવું ન કરે. આ ઘટનાને લઈને ફરી ચર્ચા શરૂ થઈ છે. લોકો સોશિયલ મીડિયા પર ચાહરના વખાણ કરતા થાકતા નથી.

ચાર્લીને દીપ્તિના રન આઉટને લઈને ઈંગ્લેન્ડમાં થયો હતો હોબાળો

ભારતીય મહિલા ટીમની ઓલરાઉન્ડર દીપ્તિ શર્માએ ઈંગ્લેન્ડ સામેની વન-ડે શ્રેણીની છેલ્લી મેચમાં નોન-સ્ટ્રાઈકરના છેડે ક્રીઝમાંથી બહાર નીકળ્યા બાદ ઈંગ્લેન્ડની ચાર્લી ડીનને રન આઉટ કર્યો હતો. ઇંગ્લેન્ડની આ છેલ્લી વિકેટ હતી અને ડીન રનઆઉટ થતાં જ ભારતે મેચ જીતી લીધી હતી. ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ખેલાડીઓએ દીપ્તિએ કરેલા માકંડિંગને રમતની ભાવના વિરુદ્ધ ગણાવ્યું હતું અને તેની આકરી ટીકા કરી હતી. ત્યારે ભારતીય પ્રશંસકો અને ભૂતપૂર્વ ખેલાડીઓએ દીપ્તિનો બચાવ કર્યો અને કહ્યું કે, તેણે ICCના નિયમોમાં રહીને માંકડિંગ કર્યું છે, તેમાં કંઈ ખોટું નથી.
First published:

Tags: Cricket New in Gujarati, Deepak chahar, Sports news