વડોદરા : ક્રિકેટર ક્રુણાલ પંડ્યા-દીપક હુડ્ડા વચ્ચે બબાલ, હુડ્ડાએ કહ્યું- મને ગાળો આપી

વડોદરા : ક્રિકેટર ક્રુણાલ પંડ્યા-દીપક હુડ્ડા વચ્ચે બબાલ, હુડ્ડાએ કહ્યું- મને ગાળો આપી

સૂત્રોના મતે ટીમના ઓલરાઉન્ડર દીપક હુડ્ડાએ સૈયદ મુશ્તાક અલી ટી-20 ટ્રોફીમાંથી પોતાનું નામ પરત લઈ લીધું, બરોડા 10 જાન્યુઆરીએ પ્રથમ મેચમાં ઉત્તરાખંડ સામે રમશે

 • Share this:
  વડોદરા : સૈયદ મુશ્તાક અલી ટી-20 ટ્રોફીના (Syed Mushtaq Ali T20 Trophy)એક દિવસ પહેલા બરોડા ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. સૂત્રોના મતે ટીમના ઓલરાઉન્ડર દીપક હુડ્ડાએ (Deepak Hooda)પોતાનું નામ પરત લઈ લીધું છે. તેનો આરોપ છે કે ટીમના કેપ્ટન ક્રુણાલ પંડ્યાએ (Krunal Pandya)તેને ગાળો દીધી હતી. દીપક મૂળ હરિયાણાનો રહેવાસી છે પણ બરોડા તરફથી ક્રિકેટ રમે છે.

  સૂત્રોના મતે વડોદરાના ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ ચાલી રહી હતી. તે દરમિયાન પ્રેક્ટિસ કરવાને લઈને ક્રુણાલ અને દીપક વચ્ચે બબાલ થઈ હતી. કથિત રીતે પંડ્યાએ હુડ્ડાને ગાળો આપી અને ધમકી પણ આપી હતી. બતાવવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન મુનાફ પટેલ, અજીત ભોઇટ અને કોચ પ્રભાકર સહિત ઘણા જૂનિયર ખેલાડી પણ હતા.

  આ પણ વાંચો - બુમરાહ અને મોહમ્મદ સિરાજ પર નસ્લીય ટિપ્પણી, સિડનીમાં દર્શકો બોલ્યા ગાળો

  દીપક હુડ્ડાએ આ મામલે બરોડા ક્રિકેટ એસોસિયેશનને ફરિયાદ પણ કરી છે. હાલ આ મામલે કોઈ કાર્યવાહી થઈ નથી. દીપક હુડ્ડા દુલીપ ટ્રોફી, દેવધર ટ્રોફી, આઈપીએલ, અંડર-19 વર્લ્ડ કપમાં રાષ્ટ્રીય ખેલાડીઓ સાથે પણ રમી ચૂક્યો છે.

  સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની શરૂઆત 10 જાન્યુઆરીથી થઈ રહી છે. જેમાં 38 ટીમો ભાગ લઈ રહી છે. બરોડાનો એલિટ ગ્રૂપ સી માં સમાવેશ કરાયો છે. બરોડા 10 જાન્યુઆરીએ પ્રથમ મેચમાં ઉત્તરાખંડ સામે રમશે. દીપક હુડા 46 ફર્સ્ટ ક્લાસ, 68 લિસ્ટ-એ અને 123 ટી-20 મેચ રમ્યો છે.
  Published by:Ashish Goyal
  First published: