Home /News /sport /VIDEO: ઓહ બાપ રે! હુડા તો બગડ્યો, વાઈડ ન આપ્યો તો અમ્પાયરને ગંદી ગાળ આપી દીધી

VIDEO: ઓહ બાપ રે! હુડા તો બગડ્યો, વાઈડ ન આપ્યો તો અમ્પાયરને ગંદી ગાળ આપી દીધી

દિપક હુડા

DEEPAK HOODA: દિપક હુડાએ મેચ દરમિયાન ગુસ્સો આવી જતાં મેદાન પરના અમ્પાયર સાથે દુર્વ્યવહાર કર્યો હતો. જેનો VIDEO ઘણો વાયરલ થઈ રહ્યો છે. તેમાં દીપકે અમ્પાયરને ગાળ બોલતા ચાહકો નારાજ થઈને ટ્વિટ કરી રહ્યા છે.

    ક્રિકેટની દુનિયાના સમાચાર દર વખતે કોઈ ને કોઈ મસાલેદાર ટ્વિસ્ટ લઈને આવતા રહે છે. ભારત અને શ્રીલંકા વચ્ચેની T20 શ્રેણીની વાનખેડે ખાતે શરૂ થયેલી મેચ એશિયન જાયન્ટને કારણે રોમાંચક સાબિત થઈ રહી છે. ભારતના સ્ટાર ઓલરાઉન્ડર દીપક હુડ્ડાએ સાથી ઓલરાઉન્ડર અક્ષર પટેલ સાથે નિર્ણાયક મેચ દરમિયાન ગુસ્સો આવી જતાં મેદાન પરના અમ્પાયર સાથે દુર્વ્યવહાર કર્યો હતો. જેનો વિડીયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. તેમાં દીપકે અમ્પાયરને ગાળ બોલતા ચાહકો નારાજ થઈને ટ્વિટ કરી રહ્યા છે.

    મેચની 15મી ઓવરમાં પ્રભાવશાળી સુકાની હાર્દિક પંડ્યાની વિકેટ બાદ યજમાન ટીમ અનિશ્ચિત સ્થિતિમાં હતી. સ્કોરબોર્ડ 94/5 હતું, ત્યારે દીપક હુડ્ડા અને અક્ષર પટેલની જોડીએ રમતને સારા સ્કોર સુધી પહોંચાડી હતી.



    જોકે, 18મી ઓવરની પાંચમા બોલ પર હુડ્ડા હતાશ થઈ ગયો હતો. જ્યારે તેણે વાઈડ મેળવવાની આશામાં કસુન રાજિતાનો બોલ છોડી દીધો હતો. પરંતુ બેટ્સમેન સ્ટમ્પની આરપાર ખસી જતા મેદાન પરના અમ્પાયર કે એન અનંત પદ્મનાભને તેને વાઈડ ગણાવ્યો ન હતો. હુડ્ડા આ નિર્ણયથી ગુસ્સે થઈ ગયો હતો અને તેણે અમ્પાયરને ગાળ સંભળાવી દીધી.

    આ પણ વાંચો: આ પણ વાંચો: VIDEO: ઋષભ! ભાઈ અમે બધા તને મિસ કરીએ છીએ, જલ્દી પાછો આવી જા! કેપ્ટન હાર્દિક, દ્રવિડ અને સૂર્યાએ જુઓ શું કહ્યું

    તે પછીની બોલમાં એક જ રન લીધા બાદ અમ્પાયર સાથે દલીલમાં ઉતરી આવ્યો હતો. જેનાથી ખળભળાટ મચી ગયો હતો. આ વિડિયો સોશ્યિલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગયો હતો. જેમાં ઘણા લોકોએ ટ્વિટ કર્યું હતું. વિડીયોમાં હુડ્ડા આગામી બોલ પર સિંગલ લીધા બાદ અમ્પાયર સાથે દલીલ કરતા પણ જોવા મળતા એક ચાહકે કહ્યું કે, દિપક હુડા એ અમ્પાયરોનું સન્માન કરવાનું શીખવું જોઈએ.

    " isDesktop="true" id="1313029" >

    27 વર્ષીય દિપકે 23 બોલમાં 41 રન બનાવ્યા હતા, જ્યારે તેના પાર્ટનર અક્ષર પટેલે 20 બોલમાં 31 રન બનાવ્યા હતા. ભારતીય ટીમે 20 ઓવરમાં 5 વિકેટ્સ ગુમાવીને 162 રન બનાવ્યા હતા. છઠ્ઠી વિકેટ માટે તેમની 68 રનની ભાગીદારી મેચમાં ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ, જે બાદ ભારતે વાનખેડે ખાતે બે રનથી મેચ જીતી હતી.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: IND VS SL, India vs srilanka, ક્રિકેટ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन