ક્રિકેટર દીપક ચાહરે બહેનને 500 રુપિયાની નોટોનું બંડલ આપ્યું ભેટ

News18 Gujarati
Updated: August 16, 2019, 4:18 PM IST
ક્રિકેટર દીપક ચાહરે બહેનને 500 રુપિયાની નોટોનું બંડલ આપ્યું ભેટ
ક્રિકેટર દીપક ચાહરે બહેનને 500 રુપિયાની નોટોનું બંડલ આપ્યું ભેટ

ફાસ્ટ બોલર દીપક ચાહરે પોતાની બહેન માલતી સાથે આગ્રામાં રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરી

  • Share this:
રક્ષાબંધનનો તહેવાર દેશભરમાં ધૂમધામથી મનાવવામાં આવ્યો હતો. ટીમ ઇન્ડિયાના ખેલાડીઓએ પણ પોતાની બહેન પાસે રાખડી બંધાવી હતી. ફાસ્ટ બોલર દીપક ચાહરે પોતાની બહેન માલતી સાથે આગ્રામાં રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરી હતી. દીપકે આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. વીડિયોમાં માલતી પોતાના ભાઈને રાખડી બાંધતી જોવા મળી રહી છે. આ પછી તેનું મો મીઠુ કરાવે છે. જ્યારે ગિફ્ટ આપવાનો સમય આવે છે તો દીપક ચાહર બહેનને 500 રુપિયાની નોટોનું બંડલ આપે છે. આ દરમિયાન દીપક ચાહર કહે છે કે પહેલા તે ફક્ત 500 રુપિયા આપતા હતો અને હવે નોટોનું આખું બંડલ આપવું પડી રહ્યું છે.

દીપક ચાહરનું બદલાયું નસીબ
દીપક ચાહરનું આઈપીએલમાં એન્ટ્રી પછી નસીબ બદલાઈ ગયું છે. ધોનીની કેપ્ટનશિપમાં ચેન્નાઈસુપર કિંગ્સ તરફથી રમતા દીપક ચાહરે 17 મેચમાં 22 વિકેટ ઝડપી હતી. દીપક ચાહરે શાનદાર પ્રદર્શનના દમ પર ભારતની ટી-20 ટીમમાં સ્થાન બનાવ્યું છે. હાલમાં તે વેસ્ટ ઇન્ડીઝમાં ટી-20 શ્રેણીની અંતિમ મેચમાં રમ્યો હતો અને 3 ઓવરમાં 4 રન આપી 3 વિકેટ ઝડપી હતી. તે મેન ઓફ ધ મેચ બન્યો હતો. દીપક ચાહરના કઝિન રાહુલે પણ ટીમ ઇન્ડિયામાં ટી-20 ટીમમાં ડેબ્યૂ કરતા એક વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચો - લદ્દાખમાં તિરંગો ફરકાવ્યા પછી સિયાચીન ગયો લેફ્ટિનેન્ટ કર્નલ ધોની

કોણ છે દીપક ચાહરની બહેન માલતી
દીપક ચાહરની બહેન માલતી ચાહરને કોઈ પરિચયની જરુર નથી. માલતી એક મોડલ અને અભિનેત્રી છે. તે આઈપીએલ દરમિયાન પોતાના ભાઈ દીપકની મેચ જોવા માટે સ્ટેડિયમ જતી હતી. માલતી ચેન્નાઈ સુપરકિંગ્સ અને તેના કેપ્ટન એમએસ ધોનીની જબરજસ્ત પ્રશંસક છે.
માલતી એક મોડલ અને અભિનેત્રી છે


માલતીએ લખનઉથી બીટેક કર્યા પછી મોડલિંગમાં કારકિર્દી બનાવી હતી. માલતી 2014માં મિસ ઇન્ડિયા નોર્થ રીઝન રનરઅપ રહી હતી. મિસ ઇન્ડિયા સ્પર્ધામાં માલતી મિસ ફોટોજનિક રનરઅપ રહી હતી. 2014માં પછી તેને એડની ઓફરો મળવા લાગી હતી.
First published: August 16, 2019
વધુ વાંચો
अगली ख़बर