Home /News /sport /આ ભારતીય ક્રિકેટરે કરી સગાઈ, ગુલાબ આપીને કર્યું પ્રપોઝ, જુઓ Video

આ ભારતીય ક્રિકેટરે કરી સગાઈ, ગુલાબ આપીને કર્યું પ્રપોઝ, જુઓ Video

રાહુલે ઇશાનીને પોતાની હમસફર બનાવવાનો નિર્ણય કર્યો

સેરેમનીના કેટલાક ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા

નવી દિલ્હી : ભારતીય ક્રિકેટર રાહુલ ચાહરે (Rahul Chahar)પોતાની ગર્લફ્રેન્ડ સાથે સગાઈ કરી લીધી છે. 20 વર્ષના લેગ સ્પિનર રાહુલે ઇશાનીને પોતાની હમસફર બનાવવાનો નિર્ણય કર્યો છે. રાહુલ ભારતના સ્ટાર બોલર દીપક ચાહર (Deepak Chahar)નો નાનો ભાઈ છે. રાહુલના કઝીન દીપક ચાહરે સેરેમનીના કેટલાક ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરીને આ જાણકારી આપી હતી.

વર્તમાનમાં ભારતીય ક્રિકેટમાં ચાહર બ્રધર્સ જલવો બતાવી રહ્યા છે. દીપક અને રાહુલ બંનેને કેટલાક જાણકારો ભારતીય ટીમનું ભવિષ્ય ગણાવી રહ્યા છે. 20 વર્ષનો રાહુલ લેગ સ્પિનર છે. જ્યારે 27 વર્ષનો દીપક ફાસ્ટ બોલર છે.

રાહુલ ચાહર નાની ઉંમરમાં જ બધાની નજરમાં આવી ગયો હતો. રાહુલે આ વર્ષે ઓગસ્ટમાં વેસ્ટ ઇન્ડીઝ સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. આ મેચમાં ભારતનો 7 વિકેટે વિજય થયો હતો. રાહુલે 1 વિકેટ ઝડપી હતી. રાહુલે કેરેબિયન કેપ્ટન કાર્લોસ બ્રાથવેઇટને પોતાનો શિકાર બનાવ્યો હતો. બાંગ્લાદેશ સામેની ઘરેલું શ્રેણીમાં પણ રાહુલ ટી-20 ટીમનો ભાગ હતો.






બીજી તરફ દીપક ચાહરે બાંગ્લાદેશ સામે ઇતિહાસ રચી દીધો હતો. 10 નવેમ્બરે નાગપુરમાં રમાયેલી ટી-20 મેચમાં બાંગ્લાદેશ સામે દીપકે 7 રનમાં 6 વિકેટ ઝડપી હતી. તે ટી-20માં હેટ્રિક વિકેટ ઝડપનાર પ્રથમ ભારતીય પુરુષ ખેલાડી બન્યો હતો. દીપક ચાહર એક વન-ડે અને 10 ટી-20 મેચ રમ્યો છે.



રાહુલે રાજસ્થાન તરફથી 2016માં પ્રોફેશનલ ક્રિકેટમાં એન્ટ્રી કરી હતી. આ લેગ સ્પિનરે 16 ફર્સ્ટ ક્લાસ મેચમાં 64 વિકેટ ઝડપી છે. આઈપીએલમાં રાહુલ 2017માં પૂણે જાયન્ટ્સની ટીમમાં હતો. હાલ તે મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમી રહ્યો છે. તે 16 આઈપીએલ મેચ રમ્યો છે. જેમાં 15 વિકેટ ઝડપી છે.
First published:

Tags: Deepak chahar, Sports news, ક્રિકેટ

विज्ञापन