શનિવારે ખેલ એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી. પેરા ઓલિમ્પિકમાં મેડલ જીતનાર ભારતની પ્રથમ મહિલા એથ્લીટ દીપા મલિક અને એશિયન ગેમ્સ-કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર પહેલવાન બજરંગ પૂનિયાને દેશના સૌથી મોટા સ્પોર્ટ્સ એવોર્ડ રાજીવ ગાંધી ખેલ રત્નથી સન્માનિત કરવામાં આવશે. ભારતીય ક્રિકેટર રવીન્દ્ર જાડેજા અને ગુજરાતના ટેબલ ટેનિસ પ્લેયર હરમિત દેસાઈને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. શનિવારે એવોર્ડ સમિતિ દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી.
દીપા મલિકે 2016માં રિયો ડી જાનેરો પેરા ઓલિમ્પિકમાં શોટ પુટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આ સિવાય દીપાએ એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો. બીજી તરફ બજરંગ પૂનિયાએ ગત વર્ષે જકાર્તા એશિયન ગેમ્સમાં 65 કિગ્રા સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં આ વજન વર્ગમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. તે આગામી વર્ષે ટોક્યો ઓલિમ્પિકમાં ભારત માટે પ્રબળ દાવેદારોમાં સામેલ છે.
અર્જુન એવોર્ડની વાત કરવામાં આવે તો તેમાં ક્રિકેટર રવીન્દ્ર જાડેજા, હરમતી દેસાઈ (ટેબલ ટેનિસ), મહિલા ક્રિકેટર પૂનમ યાદવ સહિત 19 ખેલાડીઓને સન્માનિત કરવામાં આવશે.
બેડમિન્ટન કોચ વિમલ કુમાર, ટેબલ ટેનિસ કોચ સંદીપ ગુપ્તા અને એથ્લેટિક્સ કોચ મોહિંદર સિંહ ઢિલ્લોને દ્રોણાચાર્ય એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. મેજબાન પટેલ (હોકી), રામબીર સિંહ ખોખર (કબડ્ડી) અને સંજય ભારદ્વાજ (ક્રિકેટ)ને લાઇફ ટાઇમ કેટેગરીમાં સન્માનિત કરવામાં આવશે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર