ભારતની સ્ટાર જિમ્નાસ્ટિક દીપા કર્માકરે શાનદાર પુનરાગમન કર્યું છે. બે વર્ષ બાદ, રમી રહેલી ભારતની દીપા કર્માકરે એફઆઇજી આર્ટિસ્ટિક જિમ્નેસ્ટિક્સ વર્લ્ડ ચેલેન્જ કપમાં સુવર્ણચંદ્રક જીત્યો છે. દીપાએ રવિવારે તુર્કીના મર્સિન શહેરમાં યોજાયેલી આ ટુર્નામેન્ટની વોલ્ટ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલનો લક્ષ્યાંક બનાવ્યો છે.
ત્રિપુરાની 24 વર્ષી જિમ્નાસ્ટિક 2016 રિયો ઓલિમ્પિક્સના વોલ્ટ ઇવેન્ટમાં ચોથું સ્થાન ધરાવે છે. રવિવારે, તેમણે 14.150 પોઈન્ટ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ક્વોલિફિકેશન રાઉન્ડમાં પણ કુલ 13,400 પોઇન્ટ સાથે ટોપ પર હતી. ખાસ બાબત એ છે કે તે વર્લ્ડ ચેલેન્જ કપમાં દીપાનો આ પહેલો મેડલ છે. દિપાના કોચ વિશેશ્વર નંદી પણ તેમની સાથે હતા. દીપાએ બેલેન્સ ટીમ ફાઇનલમાં પણ જગ્યા બનાવી હતી પણ ક્વોલિફિકેશન રાઉન્ડમાં તેનો 11.850 પોઇન્ટ સાથે ત્રીજા ક્રમ હતો.
આ પહેલા રીયો ઓલિમ્પિક્સમાં એક અદભૂત પ્રદર્શન બાદ દીપા ઘાયલ થઇ હતી. આ સમય દરમિયાન તે રમતથી દૂર રહી હતી. તે સમયે તેની સર્જરી પણ કરવામાં આવી હતી. તેને કોમનવેલ્થ ગેમ્સમાં પાછા ફરવાની આશા હતી પરંતુ તેને ઈજામાંથી પુનઃપ્રાપ્ત થવા માટે થોડો સમય લાગ્યો અને ગોલ્ડ કોસ્ટમાં યોજાયેલી ઇવેન્ટમાં તે ફિટ ન થઈ શકી.
Published by:Bhoomi Koyani
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર