બિગ ન્યૂઝ : IPL 2020માં કોમેન્ટ્રી કરી રહેલા આ દિગ્ગજ ખેલાડીનું નિધન

બિગ ન્યૂઝ : IPL 2020માં કોમેન્ટ્રી કરી રહેલા આ દિગ્ગજ ખેલાડીનું નિધન
બિગ ન્યૂઝ : IPL 2020માં કોમેન્ટ્રી કરી રહેલા આ દિગ્ગજ ખેલાડીનું નિધન

આઈપીએલમાં સ્ટાર સ્પોર્ટ્સ માટે મુંબઈમાં કોમેન્ટ્રી કરી રહ્યા હતા

 • Share this:
  મુંબઈ : પોતાની શાનદાર બેટિંગ અને નિવૃત્તિ પછી પોતાની કોમેન્ટ્રી માટે પ્રખ્યાત ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર ડીન જોન્સનું નિધન થયું છે. ડીન જોન્સે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા. ડીન જોન્સ સ્ટાર સ્પોર્ટ્સની કોમેન્ટ્રીનો ભાગ હતા અને તે આઈપીએલમાં કોમેન્ટ્રી કરી રહ્યા હતા. તેમનું નિધન હાર્ટ એટેકથી થયું છે. તે 59 વર્ષના હતા.

  ડીન જોન્સ આઈપીએલમાં સ્ટાર સ્પોર્ટ્સ માટે મુંબઈમાં કોમેન્ટ્રી કરી રહ્યા હતા. ડીન જોન્સ કોમેન્ટ્રીની દુનિયામાં ઘણું ચર્ચિત નામ છે. તેમને પ્રોફેસર ડીનોના નામથી પણ ઓળખવામાં આવે છે. મેલબોર્નમાં જન્મેલા ડીન જોન્સ ઓસ્ટ્રેલિયા તરફથી 52 ટેસ્ટ મેચ રમ્યા હતા. જેમાં 46.55ની એવરેજથી 3631 રન બનાવ્યા હતા. તેમનો બેસ્ટ સ્કોર 216 રન હતો. જોન્સે 11 સદી ફટકારી હતી અને તે કેપ્ટન એલન બોર્ડના મનપસંદ બેટ્સમેનોમાં એક હતા.  આ પણ વાંચો - IPL 2020: 437 દિવસ પછી મેચ રમવા ઉતર્યો ધોની, બદલી ગયો લૂક, ફિટનેસના રહસ્ય વિશે કર્યો ખુલાસો

  ડીન જોન્સ ઓસ્ટ્રેલિયા તરફથી 164 વન-ડે પણ રમ્યા છે. જેમાં 6068 રન બનાવ્યા છે. વન-ડેમાં 7 સદી અને 46 અડધી સદી ફટકારી છે.
  Published by:Ashish Goyal
  First published:September 24, 2020, 16:23 pm