ડી ગ્રેંડહોમના તોફાનમાં ઉડ્યું પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડે 5 વિકેટે મેળવી જીત

News18 Gujarati
Updated: January 16, 2018, 9:02 PM IST
ડી ગ્રેંડહોમના તોફાનમાં ઉડ્યું પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડે 5 વિકેટે મેળવી જીત
News18 Gujarati
Updated: January 16, 2018, 9:02 PM IST
કોલિન ડી ગ્રેંડહોમની આક્રમક ઈનિંગની મદદથી ન્યૂઝીલેન્ડે હેમિલ્ટનમાં રમાયેલી ચોથી વનડે મેચમાં પાકિસ્તાનને પાંચ વિકેટે માત આપી છે. ગ્રેંડહોમે 40 બોલમાં અણનમ 74 રન ફટકાર્યા હતા. ડિ ગ્રેંડહોમની આક્રમક બેટિંગની મદદથી ન્યૂઝૂીલેન્ડે 263 રનના ટાર્ગેટને મેળવી લીધો હતો.

આ જીત સાથે ન્યૂઝીલેન્ડે પાંચ મેચોની વનડે સિરીઝમાં 4-0થી આગળ થઈ ગયું છે. ન્યૂઝીલેન્ડ સતત 11 જીતનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે. ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે પાંચમી અને અંતિમ મેચ 19 જાન્યુઆરીએ વેલિંગ્ટનમાં રમાશે.

સેડન પાર્કમાં રમાયેલી આ મેચમાં ટોસ જીતીને પાકિસ્તાને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પાકે આઠ વિકેટના નુકશાન પર 262 રન બનાવ્યા હતા. આ સ્કોરને ન્યૂઝીલેન્ડે પાંચ વિકેટ ગુમાવીને મેળવી લીધો હતો.
First published: January 16, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...