MI vs DC: રસાકસી વાળી મેચ બાદ અંતે દિલ્હીનો મુંબઈ સામે 4 વિકેટે વિજય, ઐયરની શાનદાર બેટિંગ

દિલ્હીની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

IPL 2021, Mumbai Indians vs Delhi Capitals Live Cricket Score: આઈપીએલ 2021ની 46મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હીની ટીમ વચ્ચે જંગ થશે જેમાં દિલ્હીની ટીમે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

  • Share this:
    નવી દિલ્હી: શ્રેયસ અય્યર અને રવિચંદ્રન અશ્વિનની જબરદસ્ત બેટિંગના આધારે દિલ્હી કેપિટલ્સે આઈપીએલની 46 મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને ચાર વિકેટે હરાવ્યું હતું. આવેશ ખાન અને અક્ષર પટેલે શાનદાર પ્રદર્શનને કારણે દિલ્હીએ મુંબઈને આઠ વિકેટે 129 સુધી મર્યાદિત કરી દીધું હતું. દિલ્હીએ આ લક્ષ્ય 19.1 ઓવરમાં છ વિકેટના નુકસાને હાંસલ કર્યું હતું. શ્રેયર અય્યરે 33 અને અશ્વિને અણનમ 20 રનની ઈનિંગ રમી હતી. બંને ખેલાડીઓ વચ્ચે 7 મી વિકેટ માટે 39 રનની ભાગીદારી થઇ હતી. અશ્વિને કૃણાલ પંડ્યાની બોલ પર સિક્સર ફટકારીને દિલ્હીને જીત અપાવી હતી.

    IPL 2021, Mumbai Indians vs Delhi Capitals Live Cricket Score

    • દિલ્હીએ 19.1 ઓવરમાં 130 રન કર્યા અને દિલ્હીએ 4 વિકેટથી મુંબઈ સામે જીત મેળવી લીધી હતી. 

    • 13મી ઓવરના પહેલા બોલ પર શિમરોન હેટમાયર 15 રન કરીને આઉટ થયો હતો.

    • 11મી ઓવરના ચોથા બોલ પર અક્ષર પટેલ પણ 9 રન કરીને આઉટ થયો હતો.

    • 8મી ઓવરના બીજા બોલ પર રિષભ પંત 26 રન કરીને આઉટ થયો હતો.

    • ચોથી ઓવરમાં સ્ટીવ સ્મિથ પણ 9 રન કરીને આઉટ થયો હતો. 

    • બીજી ઓવરના ચોથા બોલ પર કૃણાવ પંડ્યાએ પૃથ્વી શોને 6 રન કરીને આઉટ થયો હતો.

    • બીજી ઓવરમાં શિખર ધવન રન આઉટ થતા દિલ્હીને પ્રથમ ઝટકો મળ્યો હતો. ધવન 8 રન કરીને આઉટ થયો હતો.

    • 20 ઓવરના અંતે મુંબઈએ 129 રન કરીને 8 વિકેટ ગુમાવી અને દિલ્હીને 130 રનનો ટાર્ગેટ કર્યો હતો.

    • 19મી ઓવરના બીજા બોલ પર 11 રન કરીને જયંત યાદવ આઉટ થયો હતો. 

    • 18મી ઓવરના ચોથા બોલ પર નાથન કુલ્ટર 1 રન કરીને આઉટ થયો હતો. 

    • 18મી ઓવરના પહેલા બોલ પર હાર્દિક પંડ્યા 13 રન કરી આઉટ થયો હતો.

    • 14મી ઓવરના પહેલા બોલ પર પોલાર્ડ 6 રન કરીને આઉટ થયો હતો.

    • 12મી ઓવરના પાંચમા બોલ પર અક્ષર પટેલે સૌરભ તિવારીને 15 રન કરીને આઉટ કર્યો હતો.

    • 10મી ઓવરના ત્રીજા બોલ પર અક્ષર પટેલે સૂર્યકુમાર યાદવ 33 રન કરીને આઉટ થયો હતો.

    • છઠ્ઠી ઓવરના ત્રીજા બોલ પર ક્વિન્ટન ડી કોક 19 રન કરીને આઉટ થયો હતો.

    • બીજી ઓવરના છેલ્લા બોલ પર આવેશ ખાને રોહિત શર્માને 7 રને આઉટ કર્યો હતો.


    મુંબઈ ઈન્ડિયન્સ : રોહિત શર્મા (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક (ડબલ્યુકે), સૂર્યકુમાર યાદવ, સૌરભ તિવારી, હાર્દિક પંડ્યા, કિરોન પોલાર્ડ, કૃણાલ પંડ્યા, જયંત યાદવ, જસપ્રીત બુમરાહ, ટ્રેન્ટ બોલ્ટ અને નાથન કુલ્ટર-નાઈલ.

    દિલ્હી કેપિટલ્સ પ્લેઇંગ : શિખર ધવન, પૃથ્વી શો, શ્રેયસ અય્યર, સ્ટીવ સ્મિથ, રિષભ પંત, શિમરોન હેટમાયર, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, એનરિક નોર્કિયા, કાગીસો રબાડા અને અવેશ ખાન.
    Published by:kuldipsinh barot
    First published: