IPL 2021: અશ્વિન અને સાઉદી વચ્ચે મેદાનમાં થઈ બબાલ, મોર્ગન-કાર્તિકે ધક્કો મારી શાંત કર્યા, જુઓ Video

KKR ના કેપ્ટન ઇયોન મોર્ગન, ટિમ સાઉથી અશ્વિન સાથે ટકરાયા હતા. તસવીર- ટ્વિટર વીડિયોમાંથી સ્ક્રીનશોટ

DC vs KKR:દિલ્હી કેપિટલ્સની બેટિંગ દરમિયાન આર અશ્વિન (R Ashwin) આઉટ થયા બાદ ટિમ સાઉથી (Tim Southee) અને કેકેઆર કેપ્ટન ઇઓન મોર્ગન (Eoin Morgan) તેની સાથે દલીલ કરતા જોવા મળ્યા હતા. વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

  • Share this:
    નવી દિલ્હી: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2021)ની 41 મી મેચમાં દિલ્હી કેપિટલ્સ (DC)ના સીનિયર ખેલાડી આર અશ્વિનની કોલકાતા નાઈટ રાઈડર્સ (DC vs KKR)ના કેપ્ટન ઈઓન મોર્ગન અને ઝડપી બોલર ટિમ સાઉથી સાથે થોડી બોલ ચાલ થઈ હતી. આ ઘટના મંગળવારે શારજાહમાં રમાયેલી મેચમાં દિલ્હી કેપિટલ્સની બેટિંગ દરમિયાન બની હતી. ત્રણેય ખેલાડીઓ વચ્ચેની ચર્ચાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મહત્વનું છે કે જ્યારે અશ્વિન આઉટ થયો ત્યારે ટિમ સાઉથીએ તેને કંઈક કહ્યું, જેના પછી દિલ્હી કેપિટલ્સના આ ખેલાડીએ તેને જવાબ આપ્યો. આ પછી, કેકેઆરના કેપ્ટને પણ વચ્ચે બોલવાનું શરૂ કર્યું અને અશ્વિન પણ તેની સાથે વાત કરતો જોવા મળ્યો. આ પછી, KKR વિકેટકીપર દિનેશ કાર્તિક (Dinesh Kartik) મધ્યસ્થી બન્યો અને મામલો શાંત કર્યો પાડ્યો હતો.

    દિલ્હી કેપિટલ્સની ઇનિંગની 20 મી ઓવરમાં અશ્વિન અને કેકેઆરના ખેલાડીઓ વચ્ચે થોડી બોલચાલ થઈ હતી. અશ્વિન આગળ ગયો અને ટિમ સાઉથીના બોલ પર મોટો શોટ રમ્યો પણ તેનો કેચ નીતિશ રાણાએ પકડી લીઘો હતો. આ પછી ટિમ સાઉથીએ અશ્વિનને કંઈક કહ્યું અને મોર્ગને પણ ટિપ્પણી કરી, ત્યારબાદ દિલ્હીનો આ ખેલાડી ગુસ્સામાં તેની સાથે વાત કરતો જોવા મળ્યો.





    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટિમ સાઉથીએ અશ્વિનને મધ્ય પિચ પર ભાગતા અટકાવ્યા હતા. વાત અહીંથી શરૂ થઈ અને અચાનક મધ્ય પીચ પર ત્રણ ખેલાડીઓ વચ્ચે દલીલ થઈ. આ પછી કેકેઆરના વિકેટકીપર દિનેશ કાર્તિક આવ્યા અને અશ્વિનને ધક્કો મારીને મેદાન છોડી દેવા કહ્યું. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

    આ પણ વાંચો: DC vs KKR IPL 2021: કોલકાતાએ ત્રણ વિકેટે મેચ જીતી, પોઈન્ટ ટેબલમાં નંબર 4 પર

    આર અશ્વિને બોલિંગ દરમિયાન ઇઓન મોર્ગનનો બદલો લીધો હતો. મોર્ગનને 0 રને અશ્વિને આઉટ કર્યો હતો અને તે પછી તેણે ખૂબ આક્રમક રીતે ઉજવણી કરી હતી. અશ્વિને 4 ઓવરમાં માત્ર 24 રન આપીને એક વિકેટ લીધી હતી. જોકે, KKR એ દિલ્હી કેપિટલ્સને હરાવ્યું અને 3 વિકેટે જીત મેળવી. યુએઈમાં, KKR એ 4 માંથી 3 મેચ જીતી છે અને પ્લેઓફમાં પહોંચવાનો તેમનો દાવો વધુ મજબૂત કર્યો છે.
    Published by:kuldipsinh barot
    First published: